Western Times News

Gujarati News

અમદાવાદમાં ભાજપે 6 પૂર્વ અને 1 સીટીંગ કોર્પોરેટરને વિધાનસભાની ટિકિટ આપી

૧૨ પૈકી માત્ર ૦૨ ધારાસભ્ય જ રિપીટ: ૯ કપાયાઃ વટવા બાકી-

જમાલપુર વિધાનસભા પર પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટને વધુ એક વખત તક આપવામાં આવી છે

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, ગુજરાત રાજ્ય વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીએ૧૬૦ ઉમેદવારોની યાદી જાહેર કરી છે.ભારતીય જનતા પાર્ટીની યાદી જાેતા સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે જીતે તેવા ઉમેદવારોને જ ટિકિટ આપવામાં આવી છે જેના માટે ઉંમર અને ટર્મ નો કોઈ બાધ રાખવામાં આવ્યો નથી

પરંતુ આશ્ચર્યજનક રીતે અમદાવાદ શહેરમાં માત્ર બે જ ધારાસભ્યોને રીપીટ કરી ૧૦ નવા ચહેરાઓને તક આપવામાં આવી છે જેમાં ૦૬ પૂર્વ કાઉન્સિલર અને એક સીટિંગ કોર્પોરેટર નો પણ સમાવેશ થાય છે

અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટી માટે ગઢ માનવામાં આવે છે ૨૦૧૭ ની ચૂંટણીમાં ૧૬ પૈકી બાર બેઠકો પર ભાજપનો ઉમેદવારો જીત્યા હતા જ્યારે ૨૦૧૨માં ભારતીય જનતા પાર્ટી એ ૧૪ બેઠકો કબજે કરી હતી જેના કારણે ભાજપ હાઈ કમાન્ડે અમદાવાદ શહેરની બેઠકો પર મોટા પાયે બદલાવ કરવાની હિંમત કરી છે

અમદાવાદ શહેર માં ભાજપે માત્ર બે જ ધારાસભ્યોને રીપીટ કર્યા છે જેમાં ઘાટલોડિયા બેઠક પરથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નિકોલ બેઠક પરથી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માનો સમાવેશ થાય છે જ્યારે ૧૦ બેઠકો ઉપર પાર્ટી દ્વારા પાયાના કાર્યકરો અને સંગઠન સાથે સંકળાયેલા લોકોને તક આપવામાં આવી છે.

એલિસબ્રિજ વિધાનસભા પર પૂર્વ મેયર અને વર્તમાન શહેર પ્રમુખ અમિતભાઈ શાહને ટિકિટ આપી પાર્ટી એ તેમના કામ અને વફાદારીની કદર કરી છે આ બેઠક પર સીટિંગ ધારાસભ્ય રાકેશ શાહ સામે અનેક પ્રકારના આક્ષેપો હોવાથી તેમને કાપવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

તેવી જ રીતે મણિનગર વિધાનસભા પર સુરેશભાઈ પટેલ ની બાદબાકી કરી સ્ટેન્ડની કમિટીના પૂર્વ ચેરમેન અમુલ ભટ્ટને તક આપવામાં આવી છે અસારવા બેઠક પર કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર ના સ્થાને પૂર્વ ડેપ્યુટી મેયર દર્શનાબેન વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે

દર્શનાબેન છેલ્લી બે ચૂંટણીથી આ બેઠક માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા નારણપુરા બેઠક પર પાયાના કાર્યકર જીતુ ભગત ની ટિકિટ આપી પાર્ટી એ તેમની કદર કરી હોવાનું માનવામાં આવે છે આ બેઠક પર સીટિંગ ધારાસભ્ય કૌશિકભાઇ પટેલને રીપીટ કરવામાં આવ્યા નથી

નારણપુરા બેઠક કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ની બેઠક છે જેથી આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત માનવામાં આવે છે જેના કારણે જ નારણપુરા બેઠક પર કોંગ્રેસ તરફથી કોઈએ દાવેદારી કરી નથી વેજલપુર બેઠક પર બિલ્ડરો ના કારણે વિવાદમાં આવેલા કિશોરસિંહ ચૌહાણ ની ટિકિટ કાપી તેમના સ્થાને અમિત ઠાકર ને ટિકિટ આપવામાં આવી છે

જ ભાજપના સંગઠનનો મોટો ચેહરો છે સાબરમતીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના અંગત વિશ્વાસુ ડોક્ટર હર્ષદ પટેલને તક આપવામાં આવી છે જ્યારે નરોડા વિધાનસભામાં પાર્ટીએ સતત ત્રીજી વખત ઉમેદવાર બદલ્યા છે તેમજ આ બેઠક પર ડોક્ટર પાયલ કુકરાણીને ટિકિટ આપી છે ભાજપમાં એક આ એક યુવા ચહેરો છે.

નોંધનીય બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા નરોડામાં ત્રીજી વખત ડોક્ટર મહિલાને ટિકિટ આપવામાં આવી છે આ અગાઉ ડોક્ટર માયાબેન કોડનાની અને ડોક્ટર ર્નિમળાબેન વાઢવાણીને પણ ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ આપી ધારાસભ્ય અને મંત્રી બનવાની તક આપવામાં આવી હતી

અમરાઈવાડી બેઠક પર ભાજપનો ર્નિણય થોડો ચર્ચાસ્પદ બન્યો છે આ બેઠક પર સીટિંગ કોર્પોરેટર જગદીશભાઈ પટેલની બાદબાકી કરી તેમના સ્થાને ડોક્ટર હસમુખ પટેલની પસંદગી કરવામાં આવી છે જગદીશભાઈ સામે કોઈ જ વિવાદ કે આક્ષેપ ન હતા પરંતુ એમ માનવામાં આવે છે કે કોંગ્રેસ દ્વારા પસંદ કરવામાં આવેલા ઉમેદવાર ઉત્તર ગુજરાત પાટીદાર સમાજના હોવાથી તેમની સામે ઉત્તર ગુજરાતના પાટીદારને ટિકિટ ફાળવી જંગ રસપ્રદ બનાવવા પ્રયાસ થયો છે.

જગદીશભાઈ પટેલ ઝાલાવાડી પટેલ હોવાથી ઝાલાવાડી સમાજનો હોવાથી તેમને વટવામાંથી પણ ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી ઠક્કરબાપા નગર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી એ મહિલા ને તક આપી છે ઠક્કરબાપાનગરના સીટીંગ કોર્પાેરેટર કંચનબેન રાદડિયા ને ટિકિટ આપી છે આમ ભારતીય જનતા પાર્ટી એ જાહેર કરેલ ૧૫ ઉમેદવારોમાંથી ત્રણ મહિલા ઉમેદવારોને પણ તક આપી છે.

અમદાવાદ શહેરમાં કોંગ્રેસના કબજામાં ચાર બેઠકો છે જે પૈકી જમાલપુર વિધાનસભા પર પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટને વધુ એક વખત તક આપવામાં આવી છે ૨૦૧૭ ની ચૂંટણીમાં ભૂષણ ભટ્ટ કોંગ્રેસના ઇમરાન ખેડાવાળા સામે હારી ગયા હતા બાપુનગર બેઠક પર સીટીંગ કોર્પોરેટર દિનેશ કુશવાહની પસંદગી કરવામાં આવી છે આ વિસ્તારમાં દિનેશ કુશવાહ આ વિસ્તારમાં સન્માનિય ચહેરો ગણાય છે.

દરિયાપુર વિધાનસભા પર પૂર્વ કોર્પોરેટર કૌશિક જૈન ની પસંદગી કરવામાં આવી છે આ બેઠક પર અનેક દાવેદારોના નામ બોલાતા હતા. જેમાં સ્ટેન્ડીંગ કમિટીના પૂર્વ ચેરમેન પ્રવીણભાઈ પટેલ નું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું દાણીલીમડા વિધાનસભા પર ભાજપે પૂર્વ કોર્પોરેટર નરેશ વ્યાસ ની પસંદગી કરી છે. ૨૦૦૫ ની સાલમાં દાણી લીમડા બોર્ડમાં પ્રથમ વખત ભાજપની પેનલ જીતી હતી તેમાં નરેશ વ્યાસ પણ કોર્પોરેટર તરીકે જીત્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.