Western Times News

Gujarati News

ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં શક્તિશાળી ખેલાડીઓ ઝળક્યા

ગાંધીધામ, ઇન્ડિયન ઓઇલ XP95 ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનિપ 2022નો મંગળવારથી અહી કેડીટીટીએના સ્વ. શ્રી એમ પી મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર ખાતે પ્રારંભ થયો તે સાથે જ અમદાવાદ, સુરત અને વડોદરાના નામી ખેલાડીઓએ શાનદાર વિજય સાથે સફળતા હાંસલ કરી હતી.

ગુજરાત સ્ટેટ ટેબલ  ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલી તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહકારથી રમાતી આ ચેમ્પિયનશિપમાં 15 જિલ્લાના 575 જેટલા ખેલાડીઓ તેમના જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. IOCL આ ટુર્નામેન્ટ ના મુખ્ય પ્રયોજક છે જ્યારે ACT ગુપ, એમ આર શાહ ગ્રુપ તેમજ માઈક્રોસાઈન પ્રોડકટ્સ આ ટુર્નામેન્ટના સહ પ્રયોજકો છે.

આજે સવારે કંડલા એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલ, આઇઓસીએલના ડીજીએમ આઇસી (પ્લાન્ટ) ભાવેશકુમાર ચૌહાણના હસ્તે ચેમ્પિયનશિપનું ઉદઘાટન થયું હતું. આ પ્રસંગે કચ્છના એરિયા રેલ્વે મેનેજર આદિશ પઠાનીયા, એસીટી ગુપના ડાયરેક્ટર શ્રીમતી તુલસી સુઝાન, જીસેટીટીએના માનદ મંત્રી કુશલ સંગતાણી,

કેડીટીટીએના ઉપપ્રમુખ નરેશ બુલચંદાની અને મહેશ ગુપ્તા, માનદ મંત્રી મનીષ હિંગોરાની, સહમંત્રી સુનીલ મેનન અને કમલ આસનાની, ખજાનચી હરીકુમાર પિલ્લાઇ, સ્થાપક સભ્યો મહેશ હિંગોરાની, પ્રશાંત બુચ, રાજીવ સિંગ તેમજ અરાવલી ટીટી એસોસિએશન ના માનદ મંત્રી ઋજુલ પટેલ અને પોરબંદર ટીટી એસોસિએશન સંજય ઉપાધ્યાય     વિગેરે હાજર રહ્યા હતા.

મેન્સ ગ્રૂપ-એ ની મેચમાં અમદાવાદે વલસાડને 3-0થી આસાનીથી હરાવ્યું હતું. સૌહમે જીગરને હરાવ્યો હતો તો મોનીશે ભાવિન સામે 3-0થી વિજય મેળવ્યો હતો તો એ જ સ્કોરથી પ્રથમ કે. સામે  રિયાને વિજય હાંસલ કર્યો હતો.

ગ્રૂપ બીમાં સુરતે મોરબી સામે 3-0થી વિજય હાંસલ કર્યો હતો જ્યારે ગ્રૂપ સીમાં આણંદ સામે વડોદરાનો 3-0થી વિજય થયો હતો. ગ્રૂપ ડીમાં ભાવનગર અને રાજકોટે અનુક્રમે નવસારી તથા કચ્છને 3-0ના સમાન અંતરથી હરાવ્યા હતા.

જુનિયર બોયઝ કેટેગરીમાં નવસારી અને ભાવનગરે ગ્રૂપ એમાં અનુક્રમે પોરબંદર તથા જામનગર સામે 3-0થી વિજય હાંસલ કર્યા હતા.જ્યારે અમરેલીએ ગ્રૂપ બીમાં જામનગરને 3—0થી હરાવ્યું હતું. આ મેચમાં હેત ઠક્કરે તેની સિંગલ્સ અને ડબલ્સ બંને મેચ જીતી હતી. આદિત્યને હર્ષના પડકારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ અંતે તેણે 3-2થી વિજય પ્રાપ્ત કર્યો હતો.

ગ્રૂપ સીમાં આણંદે કચ્છ સામે 3-0થી વિજય મેળવ્યો હતો તો ગ્રૂપ ડીમાં અરવલ્લીએ વલસાડને આ જ સ્કોરથી હરાવ્યું હતું.

જુનિયર ગર્લ્સ કેટેગરીમાં નામના તથા રિયાએ કચ્છ સામેના ભાવનગરના 3-0ના વિજયમાં શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. દરમિયાન સુરતની ટીમે જામનગરને 3-0થી હરાવ્યું જેમાં અર્ની પી તથા સનાયા એ. એ સિંગલ્સમાં વિજય હાંસલ કર્યા હતા તો આફ્રિન મુરાદ અને હિયાએ ડબલ્સ મેચ જીતી હતી.

ગ્રૂપ ડીમાં સિદ્ધિ બલસારા તથા ત્રિશા પીએ શાનદાર પ્રદર્શન કરતાં વડોદરા સામે નવસારીને 3-1થી વિજય થયો હતો.

સબ જુનિયર બોયઝ કેટેગરીમાં વડોદરાએ નવસારીને તથા ગ્રૂપ એ માં સુરતે જામનગરને એક સમાન એટલે કે 3-0ના અંતરથી હરાવ્યા હતા.  ગ્રૂપ બીમાં અમદાવાદ અને વડોદરાએ કચ્છને 3-0થી તથા નવસારીએ પોરબંદરને 3-1થી હરાવ્યા હતા. દરમિયાન સુરતે કચ્છને 3-0થી હરાવ્યું હતું તો એ જ સ્કોરથી અમદાવાદને પણ યજમાન ટીમ સામે વિજય હાંસલ કર્યો હતો.

સબ જુનિયર ગર્લ્સ કેટેગરીમાં ગ્રૂપ એમાં ભાવનગર અને નવસારીએ વડોદરાને 3-1થી તથા 3-0થી હરાવ્યું હતું. સુરતની ફ્રેનાઝ છિપીયા તથા ફિલઝાહ ફાતીમા કાદરીએ ગ્રૂપ બીમાં વડોદરા સામેના સુરતના 3-0ના વિજયને નિશ્ચિત કરી આપ્યો હતો.

પરિણામોઃ

સબ જુનિયર ગર્લ્સ લીગ મેચ
ગ્રૂપ બીઃ ભાવનગર જીત્યા વિરુદ્ધ વડોદરા 3-1
ગ્રૂપ એ : સુરત જીત્યા વિરુદ્ધ કચ્છ 3-0, અમદાવાદ જીત્યા વિરુદ્ધ  કચ્છ 3-0, સુરત જીત્યા વિરુદ્ધ  વડોદરા 3-0

સબ જુનિયર બોયઝ લીગ મેચ
ગ્રૂપ એ : વડોદરા જીત્યા વિરુદ્ધ નવસારી 3-0, સુરત જીત્યા વિરુદ્ધ જામનગર
ગ્રૂપ બી : અમદાવાદ જીત્યા વિરુદ્ધ કચ્છ 3-0, વડોદરા જીત્યા વિરુદ્ધ કચ્છ 3-0, નવસારી જીત્યા વિરુદ્ધ પોરબંદર 3-1

જુનિયર બોયઝ લીગ મેચ :
ગ્રૂપ એ : નવસારી જીત્યા વિરુદ્ધ પોરબંદર 3-0, ભાવનગર જીત્યા વિરુદ્ધ જામનગર 3-0
ગ્રૂપ બી : અમરેલી જીત્યા વિરુદ્ધ જામનગર 3-0,
ગ્રૂપ સી : આણંદ જીત્યા વિરુદ્ધ કચ્છ 3-0
ગ્રૂપ ડી : અરવલ્લી જીત્યા વિરુદ્ધ વલસાડ 3-0

જુનિયર ગર્લ્સ લીગ મેચ
ગ્રૂપ એ : ભાવનગર જીત્યા વિરુદ્ધ કચ્છ 3-0
ગ્રૂપ બી : સુરત જીત્યા વિરુદ્ધ જામનગર 3-0
ગ્રૂપ ડી : નવસારી જીત્યા વિરુદ્ધ વડોદરા 3-1

મેન્સ લીગ મેચ
ગ્રૂપ એ : અમદાવાદ વિરુદ્ધ વલસાડ 3-0
ગ્રૂપ બી : સુરત વિરુદ્ધ મોરબી 3-0
ગ્રૂપ સી : વડોદરા જીત્યા વિરુદ્ધ આણંદ 3-0
ગ્રૂપ ડી : ભાવનગર જીત્યા વિરુદ્ધ નવસારી 3-0


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.