Western Times News

Gujarati News

ક્રાઈમ પેટ્રોલમાં આવતા કિસ્સાની જેમ ખોવાઈ જઈશ-પતિએ આપી ધમકી

યુવતીનો પતિ તેની પ્રેમિકા સાથે રહેવા માંગતો હોવાથી આ યુવતીને ઘરમાંથી કાઢી મૂકવા અવારનવાર મારતો હતો

અમદાવાદ,  અમદાવાદ શહેરમાં રહેતી એક યુવતીએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીનો પતિ છેલ્લા દોઢ વર્ષથી નાની-નાની બાબતે રોકટોક કરી હેરાન પરેશાન કરતો હતો અને યુવતીના પતિને તેના શોરૂમમાં નોકરી કરતી એક છોકરી સાથે અફેર પણ હતું.

યુવતીનો પતિ તેની પ્રેમિકા સાથે રહેવા માંગતો હોવાથી આ યુવતીને ઘરમાંથી કાઢી મૂકવા અવારનવાર મારતો હતો અને યુવતીને તેના માતા-પિતા તથા સગા સંબંધી સાથે વાતચીત ન કરવાની તેમ જ મોબાઈલ નંબર બ્લોક લિસ્ટમાં નાખી દેવાનું કહેતો હતો.

યુવતીનો પતિ તેની ઉપર ખોટા શક વહેમ રાખી તેને મારતો હતો. યુવતીનો પતિ અવારનવાર ઘરે દારૂ પી આવી તારા પિયર જતી રહે મારે તને નથી રાખવી મારે બીજા લગ્ન કરવા છે. તું તારો રસ્તો કરી દે, એમ કહી માર મારતો હતો. યુવતીનો પતિ તું તારા પિયર નહીં જાય તો આજકાલ ક્રાઈમ પેટ્રોલમાં જેવા કિસ્સા આવે છે તેમ તું પણ ખોવાઈ જઈશ, તારો પત્તો નહીં લાગે,

તેમ કહી મારી નાખવાની ધમકી આપતો હતો. જે બાબતે લઈને યુવતીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અમદાવાદના નવા નરોડામાં રહેતી યુવતી છેલ્લા છ દિવસથી તેના માતા-પિતા સાથે રહે છે. આ યુવતીના લગ્ન વર્ષ ૨૦૦૯માં રાજકોટ ખાતે રહેતા યુવક સાથે થયા હતા.

બાદમાં આ યુવતી તેના સાસરે રાજકોટ ખાતે ગઈ હતી. લગ્નજીવન દરમિયાન તેને સંતાનમાં બે બાળકો પણ છે. યુવતીનો પતિ રાજકોટમાં મોબાઈલનો શોરૂમ કરાવી વેપાર કરે છે. યુવતીનો પતિ છેલ્લા દોઢ વર્ષથી નાની નાની બાબતે રોકટોક કરી હેરાન પરેશાન કરતો હતો

અને યુવતીના પતિને તેના શોરૂમમાં નોકરી કરતી એક છોકરી સાથે અફેર પણ હતું. યુવતીનો પતિ તેની પ્રેમિકા સાથે રહેવા માંગતો હોવાથી આ યુવતીને ઘરમાંથી કાઢી મૂકવા અવારનવાર મારતો હતો. તાજેતરમાં થોડા દિવસ પહેલા યુવતીના પતિએ તેના ફોનમાં માતા-પિતાના નંબરો બ્લોક લિસ્ટમાં નંખાવતા યુવતીએ મનાઈ કરી હતી.

જેને લઈને તેને માર માર્યો હતો અને બાદમાં તે પોતાના શોરૂમ જતો રહ્યો હતો. જેથી યુવતી તેના બંને દીકરાને લઈ જેતપુર ખાતે તેની બહેનના ઘરે જતી રહી હતી અને ચાર દિવસ રોકાઈ હતી. બાદમાં આ યુવતી તેના પિયર આવતા તેણે તેના માતા-પિતાને સમગ્ર હકીકત જણાવતા યુવતીએ આ અંગે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.