Western Times News

Gujarati News

વિશાખાપટ્ટનમમાં કરોડોના પ્રોજેક્ટનો શિલાન્યાસ: દેશ વિકસિત ભારતના લક્ષ્ય સાથે વિકાસના પંથે

મોદી-આર્થિક કોરિડોર આંધ્રમાં વેપાર-ઉત્પાદનને વેગ આપવા માટે મલ્ટિમોડલ કનેક્ટિવિટીમાં સુધારો કરશેઃ વડાપ્રધાન

વિશાખાપટ્ટનમ,  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે રાજ્યને રૂ. ૧૦ હજાર ૫૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટની ભેટ આપી હતી. આ પછી, તેમણે વિકાસ પ્રોજેક્ટ્‌સના મોડલની સમીક્ષા પણ કરી. વડાપ્રધાન સાથે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી, રાજ્યપાલ બિસ્વા ભૂષણ હરિચંદન અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ હાજર રહ્યા હતા.

આ દરમિયાન જનતાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવમાં દેશ વિકસિત ભારતના લક્ષ્ય સાથે વિકાસના પંથે ઝડપથી આગળ વધી રહ્યો છે. વિકાસની આ યાત્રા બહુઆયામી છે. તેમાં સામાન્ય માનવીની જીવન જરૂરિયાતોની ચિંતાનો સમાવેશ થાય છે

અને શ્રેષ્ઠ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની રચનાનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાને કહ્યું કે, સપ્લાય ચેઇન તાર્કિક અને મલ્ટિમોડલ કનેક્ટિવિટી પર ર્નિભર છે. એટલા માટે અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે નવો અભિગમ અપનાવ્યો છે. અમે વિકાસના સંકલિત દૃષ્ટિકોણને મહત્વ આપ્યું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું, હું જાણું છું કે આંધ્રપ્રદેશના લોકો લાંબા સમયથી આ પ્રોજેક્ટ્‌સની રાહ જાેઈ રહ્યા હતા. આજે એ રાહ પૂરી થઈ. હવે આંધ્રપ્રદેશ અને તેના દરિયાકાંઠાના વિસ્તારો નવી ગતિએ આગળ વધશે.

તેમણે કહ્યું કે, સંરચનાનો આ એકીકૃત દૃષ્ટિકોણ પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાનને કારણે શક્ય બન્યો છે. ગતિશક્તિ પ્લાનથી માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણની ગતિને વેગ આપ્યો નથી પરંતુ પ્રોજેક્ટમાં થતા ખર્ચમાંપણ ઘટાડો થયો છે.

પીએમએ કહ્યું કે, આજે શરૂ કરવામાં આવેલો આર્થિક કોરિડોર આંધ્રપ્રદેશમાં વેપાર અને ઉત્પાદનને વેગ આપવા માટે મલ્ટિમોડલ કનેક્ટિવિટીમાં સુધારો કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.