Western Times News

Gujarati News

અમેરિકાના આકાશમાં બે વિમાનો ટકરાયાઃ ૬ ના મોત

ડલ્લાસમાં એર શો દરમિયાન બે ઐતિહાસિક મિલિટરી એરક્રાફ્ટ અથડાઇને ક્રેશ થઇ ગયા હતા

(એજન્સી)ડલ્લાસ, ફરી એકવાર અમેરિકામાં થઈ વિમાન દુર્ઘટના. અમેરિકાના આકાશમાં ઉડ્યા વિમાનોના ફુરચે ફુરચાં, અમેરિકાના ડલ્લાસમાં એર શો દરમિયાન બે ઐતિહાસિક મિલિટરી એરક્રાફ્ટ અથડાઇને ક્રેશ થઇ ગયા.

આ અકસ્માતમાં ૬ લોકોના મોત થયા છે. ફેડરલ અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિમાનો અથડાયા બાદ આકાશમાં ધુમાડાના ગોટેગોટા જાેવા મળ્યા. અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને પ્લેનમાં ૬ લોકો હાજર હતા. ટિ્‌વટર પર પોસ્ટ કરાયેલા કેટલાક વિડીયોમાં જાેવા મળે છે કે, બે વિમાનો ઝડપથી નીચે ઉતરતા પહેલા હવામાં અથડાઈ જાય છે અને વિમાનમાં આગ લાગી જાય છે અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જાેવા મળી રહ્યા છે.

આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. થોડી જ વારમાં દુનિયાભરમાં લાખો લોકોએ આ વીડિયો જાેઈ લીધો છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છેકે, કઈ રીતે એક પ્લેન જઈ રહ્યું હોય છે અને તેની પાછળથી અચાનક બીજુ પ્લેન આવે છે અને તેની સાથે અથડાતાં જ બન્ને વિમાનોનાં ફુરચે ફુરચાં ઉડી જાય છે.

આ ઘટનામાં એક જ સેકન્ડમાં વિમાનમાં સવાર તમામ લોકોના મોત થઈ જાય છે. નજરે જાેનારાઓ આ ઘટના બાદ આઘાતમાં સરી પડ્યાં છે.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એ જણાવ્યું કે, ડલ્લાસમાં એર શો દરમિયાન બે જૂના યુદ્ધ વિમાનો અથડાયા હતા. ઘટનાની માહિતી મળતા જ ઇમરજન્સી કર્મચારીઓ ડલ્લાસ એરપોર્ટ પર દોડી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બોઇંગ બી-૧૭ ફ્લાઇંગ ફોર્ટ્રેસ અને બેલ પી-૬૩ કિંગકોબ્રા બપોરે ૧ઃ૨૦ વાગ્યે એકબીજા સાથે અથડાઇને ક્રેશ થઇ ગયા હતા. આ ઘટના સ્મારક એર ફોર્સ વિંગ્સ ઓવર ડલ્લાસ શો દરમિયાન બની હતી. હ્લછછ અને રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા બોર્ડ હાલમાં આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.