Western Times News

Gujarati News

અમેરિકન વેબ સીરિઝ જોઈને આવ્યો હતો હત્યાનો આઈડિયા

નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં ચકચાર મચાવનારી એક ઘટના બની છે. દેશભરમાં આ હત્યાની ચર્ચા થઈ રહી છે. મુંબઈની શ્રદ્ધા નામની એક યુવતી બોયફ્રેન્ડ આફતાબ સાથે દિલ્હી રહેવા આવી ગઈ હતી. આફતાબે શ્રદ્ધાની કરપીણ હત્યા કરી.

માત્ર હત્યા જ નહીં, તેણે શ્રદ્ધાના મૃતદેહના ૩૫ ટૂકડા કર્યા અને દિલ્હી શહેરના અલગ અલગ સ્થળોએ ફેંકી આવ્યો. આફતાબે માસૂમ ચહેરાની આડમાં આ ર્નિમમ હત્યાને અંજામ આપ્યો. તેનો ચહેરો જાેઈને કોઈ અંદાજાે પણ ના લગાવી શકે કે આ છોકરો આટલો ક્રૂર હશે.

હત્યા કર્યા પછી આરોપી આફતાબે મૃતદેહના ટુકડા સાચવવા માટે એક નવું ફ્રિજ પણ ખરીદ્યું. દુર્ગંધ ના આવે તે માટે દરરોજ અગરબત્તી સળગાવતો હતો. દરરોજ રાતે બે વાગ્યો ઉઠતો અને મૃતદેહના કટકા ફેંકવા નીકળી પડતો હતો.

શનિવારના રોજ પોલીસે તેની ધરપકડ કરી અને પાંચ દિવસની કસ્ટડીમાં લઈ જવામાં આવ્યો. આફતાબે સમગ્ર યોજના વિશે પોતે જ ખુલાસો કર્યો. આફતાબે જણાવ્યું કે, તેને આ હત્યા કરવાનો આઈડિયા વેબ સીરિઝ dexstar જાેઈને આવ્યો હતો.

પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આખરે આ વેબ સીરિઝમાં એવુ તો શું હતું જે આફતાબના દિમાગમાં ઘર કરી ગયું? નોંધનીય છે કે ભારતીય વેબ સીરિઝ ધ ફેમિલી મેનની બીજી સિઝનમાં પણ આ જ પ્રકારની હત્યા દર્શાવવામાં આવી છે. આફતાબે જે રીતે લાશને ઠેકાણે પાડી તેવું જ કંઈક ફેમિલી મેનમાં પણ બતાવવામાં આવ્યું છે.

આ સ્થિતિમાં ઓટીટી પર દર્શાવવામાં આવતા ક્રાઈમ શૉની યુવાનો પર પડતી નકારાત્મક અસર પર પણ ચર્ચા શરુ થઈ ગઈ છે. ડેક્સ્ટર વેબ સીરિઝની વાત કરીએ તો તેમાં એક એવા બાળકની સ્ટોરી દર્શાવવામાં આવી છે જે ૩ વર્ષની ઉંમરે અનાથ થઈ ગયો હતો.

તેણે બાળપણમાં જ પોતાની માતા સાથે જે ક્રૂરતા થતી જાેઈએ, તેનાથી તેના દિલ-દિમાગ પર નકારાત્મક પ્રભાવ પડ્યો હતો. ડેક્સટરે બાળપણમાં જ જાેયું કે તેની માતાની આરીથી હત્યા કરવામાં આવે છે.

ત્યારપછી મિયામી પોલીસ અધિકારી હેરી મોર્ગન ડેક્સટરને દત્તક લે છે. ડેક્સટરના દિમાગ પર માની બર્બર હત્યાનો જે આઘાત હતો, તે જાેઈને હેરી મોર્ગન સતર્કતા સાથે તેનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવાનો ર્નિણય લે છે.

ન્યાય વ્યવસ્થાનો દુરુપયોગ કરનાર લોકોને સજા અપાવવામાં હેરી ડેક્સટરની મદદ લે છે. ડેક્સટર અત્યંત ચીવટતાથી હત્યા કરે છે. કોઈને શંકા ના થાય તે માટે મૃતદેહોને એટલાન્ટિક મહાસાગરના ગલ્ફ સ્ટ્રીમમાં ફેંકી આવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.