Western Times News

Gujarati News

રામનગરીને નવા રંગરૂપમાં લાવવા માટે જારદાર તૈયારી

અયોધ્યા : ઉત્તરપ્રદેશ સરકાર અયોધ્યાને વિશિષ્ટ તીર્થસ્થળ તરીકે વિકસિત કરવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. રામનગરીના કાયાકલ્પ કરવા માટે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં સરકાર દ્વારા કમર કસી લેવામાં આવી છે. ઉત્તરપ્રદેશ સરકાર અહીં બસ અને રેલવે સ્ટેશનને આંતરરાષ્ટ્રીય સ્તરના બનાવવા માટે ઇચ્છુક છે. અહીં પહોંચનાર તમામ શ્રદ્ધાળુઓને રામરાજની અવધારણાનો અનુભવ થાય તેવી ઇચ્છા સરકાર ધરાવે છે. આ દિશામાં સરકાર આગળ પણ વધી રહી છે.

આંતરરાષ્ટ્રીય સ્તરના હોટેલ અને રિસોર્ટ તેમજ ક્રુઝ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિકસિત કરવાની પણ તૈયારી છે. સૌથી પહેલા જુદા જુદા ઘાટને વધુ શાનદાર બનાવી દેવાની પણ યોજના રહેલી છે. અયોધ્યાને ખાસ તીર્થસ્થળ તરીકે વિકસિત કરવાની દિશામાં ઝડપથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભવ્ય અયોધ્યા વિકસિત કરવા માટે એક પ્લાનને આખરી ઓપ આપવા માટે અયોધ્યા તીર્થ વિકાસ બોર્ડની રચના કરવામાં આવનાર છે.

ભવ્ય રામમંદિર ઉપરાંત અહીં ટુંક સમયમાં જ કરોડો રૂપિયાના ખર્ચ સાથે ખાસ અને આકર્ષક પ્રવાસી યોજના શરૂ કરવામાં આવનાર છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા આ બોર્ડની રચના કરવાની જાહેરાત કરી દેવામાં આવ્યા બાદ સામાન્ય લોકો અને પ્રવાસીઓમાં પહેલાથી જ ઉત્સુકતા વધી ગઇ છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને અન્ય પ્રવાસી સ્થળોને ખુબ આધુનિક બનાવવાની સાથે સાથે ભવ્ય બનાવવામાં આવનાર છે. અયોધ્યામાં પહેલાથીજ એરપોર્ટના નિર્માણની કામગીરીને મંજુરી આપી દેવામાં આવી છે. સરકારની યોજના અયોધ્યાને આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રવાસી કેન્દ્ર તરીકે વિકસિત કરવા માટેની રહેલી છે.

રાજ્ય સરકાર અયોધ્યાને સંપૂર્ણ વિકાસ મારફતે નવા રંગ રૂપમાં રજૂ કરવા માટે તમામ સ્તર પર કામમાં લાગેલી છે. યોગી પોતે આ બાબતમાં રસ લઇ રહ્યા છે. બ્રજ તીર્થ વિકાસ પરિષદની જેમ જ અયોધ્યા તીર્થ વિકાસ બોર્ડની રચના કરવામાં આવનાર છે. આ સંબંધમાં પ્રવાસ વિભાગ દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે. અયોધ્યાના યોજનાપૂર્વકના વિકાસ માટે ફરીથી માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવનાર છે. હાલમાં અહીં કેન્દ્ર સરકારની સ્વદેશ દર્શન યોજના અને રાજ્ય સેક્ટરની કેટલીક યોજના ચાલી રહી છે. બોર્ડની રચના કરવામાં આવ્યા બાદ અયોધ્યાના સમગ્ર વિકાસ માટે એક રૂપરેખા તૈયાર કરવામાં આવનાર છે.

અહીં આંતરરાષ્ટ્રીય સ્તરના હોટેલ રિસોર્ટ અને વિમાની મથકનુ નિર્માણ કરવામાં આવનાર છે. ક્ષેત્રીય પ્રવાસી અધિકારી આરપી યાદવના કહેવા મુજબ અયોધ્યા વિવાદના કારણે અહીંના ૧૦ મોટા પ્રોજેક્ટ નોંધણી બાદ અટવાઇ પડ્યા હતા. જા કે હવે તમામ મોટા પ્રોજેક્ટ આડેની તમામ તકલીફો દુર થઇ ચુકી છે. મંદિર મામલે તમામ બાબતો પર નજર રાખી રહેલા કેટલાક જાણકાર લોકો માની રહ્યા છે કે આગામી વર્ષે બીજી એપ્રિલના દિવસે ભગવાન રામના જન્મદિવસે રામ નવમીના પ્રસંગે એક ખાસ કાર્યક્રમમાં ભવ્ય રામ મંદિરના નિર્માણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે.

રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ સોમનાથ ટ્રસ્ટ, અમરનાથ ટ્રસ્ટ અથવા માતા વૈષ્ણોદેવી ટ્રસ્ટની જેમ જ આગળ વધશે. આ ટ્રસ્ટના સભ્ય તરીકે કેન્દ્ર અને ઉત્તરપ્રદેશ સરકારના અધિકારીઓ અને ધાર્મિક નેતાઓને બનાવવામાં આવી શકે છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ટ્રસ્ટના સભ્ય તરીકે રહેશે નહીં પરંતુ પ્રતિનિધિની નિમણૂંક કરી શકે છે. સુપ્રીમ કોર્ટના ઓર્ડર મુજબ વિવાદાસ્પદ ૨.૭૭ એકર જમીન ટ્રસ્ટને સોંપી દેવામાં આવનાર છે. પાંચ એકર જમીન સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને આપવામાં આવનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.