Western Times News

Gujarati News

૨૧ દિવસની બાળકીના પેટમાંથી મળ્યા ૮ ભ્રૂણ!

નવી દિલ્હી, રાંચીની રાની ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. આ હોસ્પિટલના ડોક્ટરે ૨૧ દિવસની બાળકીના પેટનું ઓપરેશન કરી ૮ ગર્ભ કાઢ્યા છે. ગર્ભનું કદ ત્રણ સેન્ટિમીટરથી લઈને પાંચ સેન્ટિમીટર સુધીનું હતું.

બાળકીનું ઓપરેશન કરનાર ડોક્ટર ઇમરાને જણાવ્યું કે, બાળકીનો જન્મ ૧૦ ઓક્ટોબરના રોજ થયો હતો. જન્મ બાદ તેને પેટમાં દુઃખાવો અને સોજાે આવી ગયો હતો.

બે દિવસ બાદ તેણીને રાની ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તબીબોના મત મુજબ ગર્ભમાં ૧થી વધુ બાળકોનો ઉછેર થતો હોય છે, ત્યારે ગર્ભના વિકાસ દરમિયાન કોશિકાઓ બાળકની અંદર જાય છે. તે ભ્રૂણ બાળકની અંદર બનવા લાગે છે.

ડૉ. ઈમરાનનું કહેવું છે કે, એક સાથે ૮ ગર્ભ હોય એવો કેસ હજી સુધી ક્યાંય નોંધાયો નથી. આ ઘટના ખૂબ જ જૂજ છે અને ૫ લાખે એક બાળકમાં જ આવું જાેવા મળે છે. જાણીતા સ્ત્રીરોગચિકિત્સક ડૉ.બિંદુ કુમારીએ જણાવ્યું હતું કે, આવા કિસ્સાને ફિટસ ઇન ફિટુ કહેવામાં આવે છે અને ભાગ્યે જ આવા કેસ જાેવા મળે છે.

આ સમસ્યા બાળકીઓમાં વધુ જાેવા મળે છે. લક્ષણોની વાત કરીએ તો નવજાત શિશુના પેઢુમાં સોજાે આવે છે, ગાંઠ હોય છે. પેશાબ આવતો બંધ થઈ જાય છે. તેનાથી ખૂબ દુઃખાવો થાય છે. ઝારખંડના રામગઢ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં ગત ૧૦ ઓક્ટોબરના રોજ બાળકીનો જન્મ થયો હતો.

ત્યારબાદ ડૉક્ટરોને પેટમાં ગાંઠ જાેવા મળી હતી અને તેમણે માતા-પિતાને તરત જ ઑપરેશન કરાવવાનું સૂચન કર્યું હતું. ડૉ. ઇમરાને આ બાબતે જણાવ્યુ કે, બાળકી ૨૧ દિવસની થઈ ત્યારે તેણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રારંભિક નિદાનમાં સિસ્ટ અથવા ગાંઠ જેવો પદાર્થ મળી આવ્યો હતો.

તે ડાયાફ્રામની નીચે આવેલ હતું. અમે તેને ઓપરેશન દ્વારા દૂર કરવાનું નક્કી કર્યું. આ ઓપરેશન ૧ નવેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. તે પછી અમે તે ભાગની અંદર એક પછી એક આઠ ગર્ભ શોધી કાઢ્યા હતા. તબીબોએ કરેલું ઓપરેશન સફળ રહ્યું હતું અને અત્યારે બાળકીની સ્થિતિ સામાન્ય છે. તેને દેખરેખ હેઠળ રાખવામાં આવી છે અને તેને એક અઠવાડિયામાં રજા આપવામાં આવશે.

રાંચીની રાની હોસ્પિટલના વડા રાજેશ સિંહે પીટીઆઈને જણાવ્યું હતું કે, આ દુર્લભ કેસ હોવાથી અમે તેને આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત કરવાની તૈયારી કરી રહ્યા છીએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.