Western Times News

Gujarati News

મોડાસામાં ભાજપના ઉમેદવાર ભીખુસિંહ પરમારે સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું

(પ્રતિનિધિ)મોડાસા, ૩૧-મોડાસા વિધાનસભાના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ભીખુસિંહ પરમારે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ,કૌશલ્યા કુંવરબા,રાજેન્દ્ર શુક્લ અને અન્ય આગેવાનો સાથે જિલ્લા સેવા સદન ખાતે જઈને ચૂંટણી અધિકારી પંજાબી સમક્ષ પોતાનું આવેદનપત્ર રજૂ કરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી.વિધાનસભા વિસ્તારના કાર્યકરો , સમર્થકો અને આગેવાનો આ પ્રસંગે જિલ્લા કમલમ કચેરીએથી રેલી સ્વરૂપે ભારત. માતાકી જય..ના જયઘોષ સાથે નીકળી જિલ્લા સેવા સદન પહોંચીને ઉમેદવારનું ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું.

પ્રેદેશ ભાજપમાંથી અગ્રણી કૌશલ્યા કુંવરબાએ મોડાસા વિધાનસભા કાર્યાલય ખુલ્લું મુક્યા પછી ઉમેદવાર સાથે જાેડાઈને ભીખુસિંહનું નામાંકન રજૂ કરવામાં આવ્યું ત્યારે જિલ્લાના આગેવાનો જાેડાયા હતા. જેમાં શુક્લ, શામળભાઇ પટેલ, પ્રભુદાસભાઈ પટેલ, કાંતિભાઈ એસ.પટેલ અને તાલુકા-જિલ્લાના ચૂંટાયેલા સભ્યો, જિલ્લા અને તાલુકા સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જાેડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.