Western Times News

Gujarati News

મેગવાળના સ્થાનિકો માટે બે મતદાન મથકો ઊભા કરાયા

પ્રતિકાત્મક

અમદાવાદ, શું તમે જાણો છો કે કેંદ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં આવેલું નાનકડું ગામ મેગવાળ આજે પણ ગુજરાતનો ભાગ છે? ૩૨૦૦ની વસ્તી ધરાવતા અમારા ગામમાં આઝાદી પહેલા ધરમપુરના મહારાજાનું શાસન હતું.

જ્યારે આસપાસ આવેલા દાદારા અને નગર હવેલીમાં પોર્ટુગિઝનું રાજ હતું. એ વખતે પણ અમારા ગામને ધરમપુર સ્ટેટનો ભાગ ગણવામાં આવ્યું હતું”, તેમ મેગવાળના સરપંચ લ્હાણુ મહડાએ જણાવ્યું. રસપ્રદ વાત તો એ છે કે, મેગવાળના રહીશો દાદરા અને નગર હવેલીમાંથી થઈને જ ગુજરાતમાં આવી શકે છે કારણકે આ ગામ કેંદ્રશાસિત પ્રદેશો દાદરા નગર હવેલી અને દીવ દમણથી ઘેરાયેલું છે.

એટલે જ મેગવાળના સ્થાનિકોની મદદ કરવા માટે અહીં બે મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. મેગવાળ ગામ કપરાડા મતક્ષેત્રમાં આવે છે અને મતદાન માટે વલસાડ જિલ્લાના ચૂંટણી અધિકારીઓએ મતદાન મથક ઊભા કર્યા છે. અમે દાદારા નગર હવેલીના મધ્યમાં છીએ અને અમારા ગામમાંથી જ મત આપી શકીશું.

ચૂંટણી માટે અહીં બે બૂથ તૈયાર કરવામાં આવ્યા છે. એ સિવાયનું અમારે કંઈપણ સરકારી કામ હોય તો કપરાડા જવું પડે છે કારણકે તે અમારું તાલુકા હેડક્વાર્ટર છે અથવા તો પછી વલસાડ જવું પડે છે, તેમ મેગવાળ તાલુકા પંચાયતના સભ્યએ જણાવ્યું.

આ ગામમાં ધોરણ ૯ સુધી અભ્યાસ કરી શકાય છે પરંતુ ધોરણ ૧૦, કોલેજ અને ઉચ્ચ અભ્યાસ માટે સેલવાસ જવું પડે છે. “અત્યારે તો રોડ બની ગયા છે એટલે કનેક્ટિવિટી મળી રહે છે પરંતુ પહેલા લોકોને ધરમપુર કે વલસાડ સુધી ચાલીને જવું પડતું હતું કેમકે આ ગામ ગુજરાતનો ભાગ છે.

બીજા ત્રણ ગામડાં છે રાયમાળ, નગર અને મધુબન જે જમીનથી દાદરા નગર હવેલી સાથે જાેડાયેલા છે અને મધુબન ડેમનું પાણી તેમને ગુજરાતથી અલગ પાડે છે. જ્યારે ડેમમાં પાણી ઘટી જાય છે ત્યારે જમીન માર્ગે આ ગામડાઓ સુધી પહોંચાડવામાં આવે છે. આ ગામડાઓને કેંદ્રશાસિત પ્રદેશોમાં ભેળવી દેવાના ર્નિણયને કેંદ્ર સરકારે જૂન મહિનામાં સ્થગિત કર્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.