Western Times News

Gujarati News

હૃતિક લિવ-ઈનમાં રહેવાના અહેવાલો જોઈ વિફર્યો

મુંબઈ, સુઝૈન ખાન સાથે ડિવોર્સ થયાના વર્ષો પછી એક્ટર હૃતિક રોશન ફરીથી પ્રેમમાં પડ્યો છે. હૃતિક હાલ એક્ટ્રેસ સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં જ મીડિયામાં અહેવાલ વહેતા થયા હતા કે સબા આઝાદ અને હૃતિક રોશન રિલેશનશીપને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માગે છે. મીડિયા રિપોર્ટ્‌સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સબા અને હૃતિક હવે લિવ-ઈનમાં રહેવાના છે.

જૂહુ-વર્સોવા લિંક રોડ પર મન્નત નામના બિલ્ડિંગમાં હૃતિક-સબાએ સી-ફેસિંગ ઘર ખરીદ્યું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. જાેકે, હાલમાં જ હૃતિક રોશને આ અહેવાલોને ફગાવી દીધા છે.

રવિવારે હૃતિક રોશને ટિ્‌વટ કરીને પોતાના અંગેના અહેવાલ ખોટા હોવાનું લખ્યું હતું. હૃતિક રોશને ટિ્‌વટર પર લખ્યું, આ વાતમાં સત્યતા નથી. હું જાહેર જીવનનો ભાગ છું એટલે મને ખબર છે કે હંમેશા મારા વિશે જાણવાની ઉત્સુકતા રહેશે.

પરંતુ આપણે ખોટી માહિતીથી વેગળા રહીએ તો જ યોગ્ય રહેશે. ખાસ કરીને રિપોર્ટિંગમાં માહિતી ખોટી ના અપાય તેનું ધ્યાન રાખવું કારણકે આ જવાબદારીવાળું કામ છે. જણાવી દઈએ કે, હૃતિક રોશન ૪૮ વર્ષનો છે જ્યારે સબા આઝાદ ૩૭ વર્ષની છે.

તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં તેઓ એક રેસ્ટોરાંમાં સાથે જાેવા મળ્યા હતા ત્યારપછી કેટલીયવાર સાથે હોલિડે પર કે ડેટ પર જતા જાેવા મળ્યા છે. કપલે પોતાની રિલેશનશીપ ઓફિશિયલ કરી દીધી છે પરંતુ તેઓ ધીમે-ધીમે આગળ વધી રહ્યા છે. વર્કફ્રંટની વાત કરીએ તો, હૃતિક રોશન હવે ફિલ્મ ‘વિક્રમ વેધા’માં સૈફ અલી ખાન સાથે જાેવા મળશે.

આ સિવાય તે સિદ્ધાર્થ આનંદની એક્શન ફિલ્મ ‘ફાઈટર’માં દીપિકા પાદુકોણ સાથે દેખાશે. સબા આઝાદની વાત કરીએ તો, તે ‘મિનિમમ’માં નમિતા દાસ અને ગીતાંજલી કુલકર્ણી સાથે દેખાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.