Western Times News

Gujarati News

ICICI બેંકે ગિફ્ટ સિટી શાખામાં NRI માટે બે નવી પ્રોડક્ટ પ્રસ્તુત કરી

નવી લોંચ થયેલી પ્રોડક્ટ – ડિપોઝિટ સામે લોન (એલએડી) અને ડોલર બોન્ડ્સ

મુંબઈઃ આઇસીઆઇસીઆઈ બેંકે આજે ગુજરાતના વિકસતાં આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ અને આઇટી સેવાઓના કેન્દ્ર ગિફ્ટ સિટીમાં એની શાખામાં એનઆરઆઈ ગ્રાહકો માટે બે નવી પ્રોડક્ટ – ડિપોઝિટ સામે લોન (એલએડી) અને ડોલર બોન્ડ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. ગિફ્ટ સિટીમાં આ પ્રોડક્ટ પ્રસ્તુત કરનાર આઇસીઆઇસીઆઈ બેંક પ્રથમ બેંક છે.

આ અંગે આઇસીઆઇસીઆઈ બેંકના ઇન્ટરનેશનલ બેંકિંગ ગ્રૂપના હેડ શ્રી શ્રીરામ એચ ઐયરે કહ્યું હતું કે,  “અમે આઇસીઆઇસીઆઈ બેંકમાં ગ્રાહકની જરૂરિયાતો પૂર્ણ કરવા વિવિધ સમાધાનો પ્રસ્તુત કરવાનું જાળવી રાખ્યું છે.

આ ફિલોસોફી સાથે સુસંગત રીતે અમે ગિફ્ટ સિટીમાં અમારી શાખા મારફતે અમારા એનઆરઆઈ ગ્રાહકોને ડોલર બોન્ડ્સ અને ડિપોઝિટ સામે લોન ઓફર કરી છે. એનઆરઆઈ ગ્રાહકો વચ્ચે ફોરેન કરન્સી બોન્ડ રોકાણ માટે પસંદગીના વિકલ્પો પૈકીનો એક છે. અમે અમારા ગ્રાહકોને બેંકિંગના સરળ ડિજિટલ વિકલ્પો પ્રદાન કરવા ઇચ્છીએ છીએ,

જે સરળ સફર અને શ્રેષ્ઠ અનુભવ તરફ દોરી જશે. અમે અમારી કામગીરી વધારી રહ્યાં હોવાથી અમે અમારી આગામી કામગીરીને લઈને રોમાંચિત છીએ, તો અમે નિયમનકારી જોગવાઈઓ સાથે તમામ વિસ્તારોમાં અમારા ગ્રાહકો માટે મૂલ્યનું સર્જન કરવાનું જાળવી રાખીશું.”

આ બંને ઓફરની મુખ્ય ખાસિયતો છેઃ

·         ડિપોઝિટ સામે લોન (એલએડી): એલએડી ભારતમાં ડિપોઝિટ (રૂપી એનઆરઇ એફડી સહિત) સામે વિદેશી ચલણમાં લોન જેવી છે. ગ્રાહકો તેમની ટર્મ ડિપોઝિટને પાકતી મુદ્દત અગાઉ બંધ કરાવીને ડિપોઝિટ તોડાવા બદલ પેનલ્ટીની ચુકવણી કર્યા વિના તેમની ટૂંકા ગાળાની રોકડ જરૂરિયાતો માટે એલએડીનો લાભ લઈ શકે છે. તેઓ તેમના ડિપોઝિટના મૂલ્ય પર 95%* સુધીનો લાભ લઈ શકે છે. ડોક્યુમેન્ટેશનની સરળ પ્રક્રિયા સાથે ગ્રાહકો ફિક્સ્ડ કે ફ્લોટિંગ વ્યાજદરો સાથે સુવિધાયુક્ત મુદ્દતનો લાભ મેળવી શકે છે.

·         ડોલર બોન્ડ્સ: આ એનઆરઆઈ માટે રોકાણનો વિકલ્પ છે, જેમાં તેઓ ગિફ્ટ સિટીમાં આઇસીઆઇસીઆઈ બેંક મારફતે ડોલર બોન્ડ્સ બુક કરી શકે છે. બેંક આ બોન્ડ્સ માટે 50થી વધારે ટોચના ઇશ્યૂઅર્સ/કંપનીઓ ઓફર કરે છે.

ઉપરાંત ગિફ્ટ સિટીમાં એનઆરઆઈ ગ્રાહકો માટે અન્ય મુખ્ય વિવિધ ઓફર છે:

·         ગ્લોબલ કરન્ટ એકાઉન્ટઃ આ વ્યાજ ન ધરાવતું ખાતું છે, જે માટે લઘુતમ બેલેન્સની જરૂર નથી. આ એનઆરઆઈને ભારતમાં અમેરિકન ડોલર, યુરો, ગ્રેટ બ્રિટન પાઉન્ડ (જીબીપી) જેવા વિદેશી ચલણોમાં નાણાં ડિપોઝિટ કરવામાં મદદરૂપ છે.

·         ગ્લોબલ સેવિંગ્સ એકાઉન્ટઃ એનઆરઆઈ આ સેવિંગ્સ એકાઉન્ટમાં ટૂંકા ગાળા માટે નાણાં ડિપોઝિટ કરીને વ્યાજની આવક કરી શકે છે.

·         ટર્મ ડિપોઝિટ્સઃ આ ભારતમાં એફસીએનઆર માટે એક વર્ષની સરખામણીમાં સાત દિવસના લઘુતમ લોક-ઇન ગાળા સાથે ફોરેન કરન્સી નોન રેસિડન્ટ (એફસીએનઆર) ડિપોઝિટ જેવી છે. ગ્રાહકો અમેરિકન ડોલર, યુરો, ગ્રેટ બ્રિટન પાઉન્ડ (જીબીપી) જેવા વિદેશી ચલણોમાં ડિપોઝિટ કરી શકે છે.

વળી ગિફ્ટ સિટીમાં આઇસીઆઇસીઆઈ બેંકની શાખા કોર્પોરેટને વિવિધ બેંકિંગ સોલ્યુશન ઓફર કરે છે, જેમાં ટ્રાન્ઝેક્શન બેંકિંગ, કરન્ટ એકાઉન્ટ્સ, ફોરેન કરન્સી ડિપોઝિટ્સ, ટ્રેડ ફાઇનાન્સ (આયાતકારો અને નિકાસકારો માટે), એક્ષ્ટર્નલ બોરોઇંગ અને ફોરેન કરન્સી ટર્મ લોન્સ સહિત કોર્પોરેટ ફાઇનાન્સ સામેલ છે.

આઇસીઆઇસીઆઈ બેંકની ગિફ્ટ સિટીની શાખા દ્વારા ઓફર થતાં ઉત્પાદનો અને સેવાઓનો લાભ લેવા વિશે વધારે જાણકારી મેળવવા રિલેશનશિપ મેનેજર (આરએમ)નો સંપર્ક કરો અથવા www.giftcity.icicibank.comની મુલાકાત લો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.