Western Times News

Gujarati News

પાટણ જિલ્લામાં ઉમેદવારોના પ્રતિનિધિ સાથે સીધો સંવાદ કરતા ઓબઝર્વર

(માહિતી બ્યુરો, પાટણ) ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. પાટણ જિલ્લામાં તા.૫.૧૨.૨૦૨૨ ના રોજ બીજા તબક્કામાં મતદાન થશે. ગઈકાલે જિલ્લાના હરીફ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે પાટણ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા પર સતત વોચ રાખવા માટે આવેલ ઓબઝર્વરશ્રીઓ દ્વારા ચૂંટણી અધિકારીશ્રીની ઉપસ્થિતીમાં હરીફ ઉમેદવારોના પ્રતિનિધિઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બેઠકમાં ઉમેદવારોના પ્રતિનિધિઓ સાથે ઓબઝર્વર્સે સીધો સંવાદ કરીને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી.

૧૮-પાટણ અને ૧૯-સિદ્ધપુરના ખર્ચ ઓબઝર્વરશ્રી સર્વેશસિંઘ અને ૧૬-રાધનપુર, ૧૭-ચાણસ્માના ખર્ચ ઓબઝર્વરશ્રી સુસાંતા મિશ્રાએ વિધાનસભા મતદાર વિભાગના હરીફ ઉમેદવારોની તાલીમ કાર્યક્રમમાં હાજર રહીને હિસાબો નિભાવવા માટેનું જરૂરી માર્ગદર્શન પણ પૂરૂ પાડ્યું હતુ. આગામી તા.૦૫.૧૨.૨૦૨૨ના રોજ પાટણમાં મતદાન થવાનું છે. ગઈકાલે જ પાટણની ચારેય વિધાનસભા બેઠકો માટે હરીફ ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દેવામાં આવી છે.

હરીફ ઉમેદવારોનું નામ જાહેર થતા જ પાટણમાં ચૂંટણી પ્રક્રિયાનું નિરિક્ષણ કરવા માટે પધારેલ ખર્ચ ઓબઝર્વરશ્રીઓએ હરીફ ઉમેદવારોના પ્રતિનિધિઓ સાથે બેઠકનું આયોજન કર્યું હતુ. આ બેઠકમાં હરીફ ઉમેદવારોના પ્રતિનિધિઓએ ખર્ચને તમામ નાની-નાની બાબતોનું કઈ રીતે ધ્યાન રાખવું? જેમ કે ખર્ચનો નિભાવ કઈ રીતે કરવો?, ખર્ચનું રજીસ્ટર કઈ રીતે નિભાવવું વગેરે જેવી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન થતા ખર્ચની તમામ બાબતો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.

પાટણ જિલ્લામાં પધારેલ જનરલ ઓબઝર્વર્સ ભાસ્કર કટામ્નેની અને પબ્રિતા રામ ખૌંડે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નાણાકીય બાબતોથી લઈને જાહેરાતો, આદર્શ આચારસંહિતાના અમલ માટે શુ-શુ ધ્યાન રાખવું જાેઈએ. તે તમામ બાબતોની વિસ્તૃત જાણકારી હરીફ ઉમેદવારોને પ્રતિનિધિઓને આપી હતી. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે આદર્શ આચારસંહિતાનું અચુકપણે પાલન કરવાનું રહેશે, તેમજ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈનનો સંપૂર્ણ અમલ કરવા માટે પણ જનરલ ઓબઝર્વરશ્રીઓએ હરીફ ઉમેદવારોના પ્રતિનિધિઓને સુચન કર્યું હતુ.

પાટણ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા પર નિરિક્ષણ કરવા માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પાંચ ઓબઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે. પાંચ ઓબઝર્વર પબ્રિતા રામ ખૌંડ, ભાસ્કર કટામ્નેની, ખર્ચ ઓબઝર્વર સુસાંતા મિશ્રા, સર્વેશસિંઘ અને એક પોલીસ ઓબઝર્વર જન્મેજ્યા પી.કૈલાશ હાલમાં પાટણના સર્કિટ હાઉસ ખાતે રોકાઈને સમગ્ર જિલ્લાની ચૂંટણી પ્રક્રિયા પર સતત વોચ રાખી રહ્યા છે. પાટણ જિલ્લાના નાગરિકોને ચૂંટણીલક્ષી કોઈ મુંઝવણ હોય અથવા કોઈ સુચન કરવું હોય તો તેઓ ઓબઝર્વર્સનો રૂબરૂ આથવા ફોન કે ઈ-મેઈલથી સંપર્ક કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.