Western Times News

Gujarati News

૩૦૦૦ કિમી ચાલીને વાઘા બોર્ડર પહોંચ્યો કેરલનો યુવાન

લાહૌર, પાકિસ્તાનની એક કોર્ટે અરજી રદ કરી દીધી, જેમાં સરકારે પગપાળા ચાલીને હઝ યાત્રા કરવા માગતા ૨૯ વર્ષિય ભારતીય નાગરિકને વીઝા આપવાનો અનુરોધ કર્યો હતો. આ વ્યક્તિ હઝ માટે પાકિસ્તાનના રસ્તે પગપાળા ચાલીને સઉદી અરબ જવા માગતો હતો. કેરલના રહેવાસી શિહાબ ભાઈએ પોતાના ઘરેથી રવાના થયો હતો.

ગત મહિને વાઘા બોર્ડર પહોંચાવા માટે તેણે લગભગ ૩૦૦૦ કિમી અંતર કાપ્યું હતું. પણ વાઘા બોર્ડર પર પાકિસ્તાનના અધિકારીઓએ તેને રોકી લીધો હતો, કેમ કે તેની પાસે વીઝા નહોતા. લાહોર હાઈકોર્ટની ખંડપીઠે શિહાબ તરફથી સ્થાનિક નાગરિક સરવર તાજ દ્વારા દાખલ કરવામાં આવેલા અરજી રદ કરી દીધી હતી.

પીઠે કહ્યું કે, અરજીકર્તા ભારતીય નાગરિકથી સંબંધિત નથી, ન તો તેની પાસે કોર્ટમાં આવવાનો પાવર ઓફ અટોર્ની હતી. કોર્ટે ભારતીય નાગરિક વિશે સમગ્ર જાણકારી માગી હતી. જે અરજીકર્તા આપી શક્યો નહોતો. ત્યાર બાદ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.

સરકારી તપાસ એજન્સીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, શિહાબ તરફથી અધિકારીઓને કહેવાયુ હતુ કે, તે પહેલાથી જ ૩૦૦૦ કિમી પગપાળા ચાલીને અહીં આવ્યો છે.

તેથી તેને માનવીય આધાર પર પાકિસ્તાનમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવે. તો વળી કેરલના રહેવાસી આ શખ્સને ટ્રાંજિટ વીઝાની જરુર હતી, જેથી તે ઈરાનના રસ્તે સઉદી અરબ જઈ શકે. હાઈકોર્ટમાં શિહાબ તરફથી અરજીકર્તા તાજે દલીલે આપી હતી કે, જેવી રીતે બાબા ગુરુનાનાકજીના જન્મદિવસ પર ભારતીય શિખોને પાકિસ્તાનમાં આવવા માટે વીઝા આપવામાં આવે છે, તેવી જ રીતે શિહાબને પણ વીઝા આપવામાં આવે.

તાજે કોર્ટમાં કહ્યું કે, શિહાબ કેરલથી પગપાળા ચાલી રહ્યો હતો. તેને પાકિસ્તાનના વીઝા આપવામાં આવે અને વાઘા બોર્ડરના રસ્તે તેને પાકિસ્તાનમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવે. જેથી તે ગંતવ્ય સ્થાન પર પહોંચી શકે.

હકીકતમાં તાજે હાઈકોર્ટની સિંગલ બેન્ચના ર્નિણયવને પડકાર આપ્યો હતો, જેમાં ગત મહિને તાજની અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્યારે હવે ફરી એક વાર આ મામલે પાકિસ્તાન હાઈકોર્ટે મંજૂરી આપી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.