Western Times News

Gujarati News

એએમટીએસ બસમાં યુવતિની સોનાની ચેઈન લૂંટાઈઃએક શખ્સ ઝડપાયો

(એજન્સી) અમદાવાદ, મણીનગર વિસ્તારમાં એએમટીએસ બસમાં ચઢતી વખતે ધક્કા-મુક્કા કરીને યુવતિનુૃ ચેઈન સ્નેચિંગ કરનાર એક શખ્સ ઝડપાઈ ગયો હતો. જ્યારે બીજાે શખ્સ ચેઈન લુંટી નાસી ગયો હતો. યુવતિએ બે શખ્સ વિરૂધ્ધ મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. વિંઝોલની માનસરોવર સોસાયટીમાં રહેતા દિપિકા સોલંકીએ બે સ્નેચર વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. દિપીકા હાલમાં ધરકામ કરે છે. અને તેના પિતા કડકટર છે. ગઈકાલે દિપીકા અને તેની પાડોશમાં રહેતી હંસાબેન સવારના અગીયાર વાગ્યાની આસપાસમાં ઘરેથી નીકળી મણીનગર ખાતે કપડાંની ખરીદી કરવા માટે જતા હતા.

આ વખતે મણીનગર રેલ્વે સ્ટેશન બહાર એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે બસની રાહ જાેઈને ઉભા હતા. એ દરમ્યાન બપોરના દોઢેક વાગ્યા અરસામાં વિનોબા ભાવેનગરી બસ આવતા તેમાં દિપીકા ચઢતી હતી. પરંતુ બસમાં ખુબ ભીડ હતી. એ વખતે પાછળથી બે યુવકો તેની નજર ચુકવીને ધ્કકા મુક્કાી કરીને ગળામાંથી સોનાની ચેઈન લોખંડના કટર વડે કાપવાનો પ્રયાસ કરતા હતા.

જેવી દિપીકાને ખબર પડી કે તરત જ તેણે ચોર ચોર કહીને બુમાબુમ કરતા તે ત્યાંથી ભાગવા લાગ્યો હતો. પરંતુ આસપાસના લોકોએ તેમાંથી એક યુવકને પકડી લીધો હતો. જ્યારે બીજાે શખ્સ દિપીકાની રૂા.૩પ૦૦૦ની ચેઈન લુટી નાસી ગયો હતો. જાે કે દિપીકાએે તેમજ આસપાસના લોકોએ પોલીસને બોલાવીને ચોરને તેના હવાલે કર્યો હતો. ચોર પોલીસને તેેનું નામ રોહિત દંતાણી હોવાનું જણાવ્યુ હતુ. તેમજ જે નાસી ગયો હતો તેનું નામ રાહુલ દંતાણી હતુ. આથી મણીનગર પોલીસે બંન્ને યુવક વિરૂધ્ધ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.