Western Times News

Gujarati News

નરોડા વિધાનસભામાં ૧૯૯૦થી ભાજપનું એકચક્રી શાસન

નરોડા બેઠક પરથી ત્રણ મહિલા તબીબો પણ ચુંટણી જંગ જીતી ચુક્યા છે

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરની નરોડા વિધાનસભા બેઠક સામાન્ય રીતે ભાજપનો ગઢ માનવામાં આવે છે આ બેઠક પર સિંધી અને ઓબીસી મતદારોનું પ્રભુત્વ જાેવા મળી આવે છે. જેના કારણે આ વખતે ત્રણેય પાર્ટીઓ દ્વારા પણ તે સમાજને ધ્યાનમાં રાખીને ટિકિટ આપવામાં આવી છે.

ભાજપ દ્વારા યુવા મહિલા પાયલ કુકરાણીને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે એનસીપી સાથે ગઠબંધન કર્યું હોવાથી મેઘરજ ડોડવાણી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ૨૦૧૭ માં કોંગ્રેસના ઉમેદવાર પક્ષ પલ્ટો કરીને આવેલા ઓમપ્રકાશ તિવારીને ટિકિટ આપવામાં આવી છે. જેથી ભારે રસાકસી જાેવા મળે તેવી પૂરી શક્યતાઓ જાેવા મળશે. ૧૯૯૦થી નરોડા બેઠક પર ભાજપનું એકચક્રી શાસન ચાલી રહયું છે.

નરોડા વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા પાયલ કુકરાણીને ટિકિટ આપવામાં આવી છે જે પોતે વ્યવસાય એનેસ્થેયાના એમ.ડી ડોકટર છે. પાયલ કુકરાણી નરોડા વિસ્તારમાં ગરીબ બાળકોને શિક્ષણ આપવાનું તેમજ નિશુલ્ક તબીબી સહાય આપવાનું સામાજિક કાર્યમાં પહેલેથી સક્રિય હોવાનું જાણવા મળે છે.

તેમના પિતા ભાજપ અને સંઘ પરિવાર સાથે સંકળાયેલા છે. પિતા મનોજભાઈ નરોડા વોર્ડમાં મહામંત્રીથી લઈ અને અન્ય હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. તેમના માતા રેશ્માબેન કુકરાણી સૈજપુર બોધા વોર્ડના ભાજપના કોર્પોરેટર છે. ડો. પાયલ કુકરાણીએ અન્ય સમાજમાં લગ્ન કર્યાં હોવાથી સિંધી સમાજમાં તેમની પ્રત્યે નારાજગી જાેવા મળે છે.

જાેકે તેમના માતા પિતા વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા હોવાથી ભાજપના નિશ્ચિત મનાતા વોટ માં કોઈ ઘટાડો થાય તેવી શક્યતા ઓછી છે.

નરોડા વિધાનસભા બેઠક પર એનસીપી અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે જેમાં એનસીપી દ્વારા સૌ પ્રથમ કોર્પોરેટર નિકુલસિંહ તોમરને ટિકિટ આપવામાં આવી હતી પરંતુ અગમ્ય કારણોસર તેમણે ચુંટણી લડવાની ના પાડતાં તેમના સ્થાને એનસીપીના ઉમેદવાર તરીકે મેઘરાજ ડોડવાણી ટિકિટ આપવામાં આવી છે. કે પોતે વ્યવસાય એક ઇલેક્ટ્રીકની દુકાન ધરાવે છે સાથે સાથે અમદાવાદ ઇલેક્ટ્રીક એસોસીએશનના પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે.

ઓમ પ્રકાશ તિવારી આ વખતે નરોડા અમદાવાદની વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહયા છે. ઓમપ્રકાશ તિવારી ર૦૧પમાં કોંગ્રેસના મેન્ડેટ પર ચુંટણી લડી કોર્પોરેટર તરીકે ચુંટાયા હતાં તેમજ ર૦૧૭માં નરોડા વિધાનસભા પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડ્યા હતા.

જેમાં ૪૮૦૦૦ જેટલા મત મેળવ્યા હતા.આમ આદમી પાર્ટીમાં જાેડાયા બાદ રાજ્યના સંયુક્ત સચિવની જવાબદારી સોંપવામાં આવી છે. નરોડા વિધાનસભા બેઠકે સિંધી અને ઓબીસી સમાજનું ધરાવતી બેઠક છે.આ વિધાનસભા બેઠક નિકોલ નરોડા અને રખિયાલ બેઠકમાંથી વિભાજનમાંથી એક બેઠક બનાવવામાં આવી છે.

અમદાવાદ શહેરની નરોડા બેઠકમાં અમદાવાદ કોર્પોરેશન ત્રણ વોર્ડ અને અમદાવાદ કેએન્ટોમેન્ટ બોર્ડના વિસ્તારનો સમાવેશ થાય છે.આ બેઠક પરથી સતત ૨૭ વર્ષથી ભાજપ વિજય મેળવીને આવી રહ્યું છે.નરોડા વિધાનસભા બેઠક પર જાતિગત સમીકરણની વાત કરવામાં આવે તો સિંધી સમાજના ૧૪ ટકા, પાટીદાર ૧૦ ટકા, બક્ષીપંચ ૨૬ તક,દલિત ૧૨ ટકા, સવર્ણ ૩ ટકા, પરપ્રાંતિય ૧૩ ટકા અને અન્ય ૨૨ ટકા મતદારો છે.

જાે કે વર્ષોથી આ બેઠક પર સિંધી અને અતિદર સમાજનું પ્રભુત્વ રહ્યું છે. તેથી ટિકિટની વહેંચણી પણ આ ફેક્ટરને ધ્યાને રાખીને કરવામાં આવે છે.નરોડા વિધાનસભા બેઠક પર કુલ મતદારોની વાત કરવામાં આવે તો ૨,૯૬,૦૭૫ મતદારો છે.જેમાં પુરુષ મતદારો ૧,૫૩,૩૭૯ મહિલા ૧,૩૯,૬૬૩ જયારે અન્ય ૩૩ મતદારો છે.

વિધાનસભા બેઠક પર ૨૦૧૭ની ચૂંટણીનઆ પરિણામની વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા બલરામ થાવાણીને ટિકિટ આપવામાં આવી હતી જ્યારે કોંગ્રેસ તરફથી ઓમ પ્રકાશ તિવારીને ટિકિટ આપવામાં આવી હતી જેમાં ભાજપના ઉમેદવાર બલરામ થાવાણીને ૧,૦૮,૧૬૮ મત અને કોંગ્રેસના ઉમેદવાર ઓમ પ્રકાશ તિવારીને ૪૮,૦૨૬ મત મળ્યા હતા.

જેમાં ભાજપના ઉમેદવાર બલરામ થવાણીનો ૬૦,૧૪૧ મતથી વિજય થયો હતો. નરોડા વિધાનસભા બેઠક પર ૧૯૯૦થી કોંગ્રેસના કોઈપણ ઉમેદવાર ચુંટણી જંગ જીત્યા નથી. ૧૯૯૦ અને ૧૯૯પમાં ગોપાલદાસ ભોજવાણી જયારે ૧૯૯૮, ર૦૦ર અને ર૦૦૭માં માયાબેન કોડનાની ચુંટણી જીત્યા હતાં.

ર૦૧રમાં ડો. નિર્મલાબેન વાધવાણી અને ર૦૧૭માં બલરામ થવાણીનો વિજય થયો હતો. અત્રે નોંધનીય છે કે નરોડા બેઠક પર અત્યાર સુધી ત્રણ મહિલા ડોકટર ધારાસભ્ય તરીકે ચુંટણી જંગ જીત્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.