Western Times News

Gujarati News

પેમેન્ટ એગ્રિગેટર તરીકે કામ કરવા પેટીએમએ લાયસન્સ માટે ફરી અરજી કરવી પડશે

નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ સર્વિસીસ લિમિટેડ (પીપીએસએલ)ને ઝટકો આપ્યો છે. આરબીઆઈએ કહ્યું કે, પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવા પેટીએમે ફરીથી લાયસન્સ મેળવવા અરજી જમા કરાવવી પડશે. રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ સર્વિસીસના નવા ઓનલાઈન વેપારીના રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ લગાવી દીધો છે.

લાયસન્સની અરજી મંજુરી ન થાય ત્યાં સુધી પેટીએમ નવા ઓનલાઈન વેપારીઓ સામેલ કરી શકશે નહીં. જાેકે કંપનીનું કહેવું છે કે, આરબીઆઈના આ ર્નિણયથી તેના બિઝનેસ પર કોઈ અસર નહીં પડે. ઓનલાઈન વેપારીઓને પેમેન્ટ એગ્રીગેટર સેવા ઉપલબ્ધ કરાવવા માટે પેટીએમ પેમેન્ટ સર્વિસે લાઈસન્સ માટે અરજી કરી હતી, જેને રિઝર્વ બેંકે રદ કરી છે.

પેમેન્ટ એગ્રીગેટર એક સર્વિસ પ્રોવાઈડર હોય છે, જે તમામ પ્રકારના પેમેન્ટ ઓપ્શનને એક જ જગ્યા પર ઉપલબ્ધ કરાવે છે. ત્યારબાદ ગ્રાહકો પાસેથી નાણાં મેળવી નક્કી કરેલી સમયમર્યાદા પર વેપારીને નાણાં ટ્રાન્સફર કરે છે. સરળ શબ્દોમાં સમજીઓ તો પેમેન્ટ એગ્રીગેટરનું કામ તમામ ચૂકવણી વિકલ્પો પરથી ગ્રાહકો પાસેથી પેમેન્ટ મેળવી, આ પેમેન્ટને નક્કી કરેલા સમયની અંદર દુકાનદારો અને ઈ-કોમર્સ સાઈટને ટ્રાન્સફર કરવાના હોય છે.

હવે પેટીએમે ૧૨૦ દિવસની અંદર ફરી પેમેન્ટ એગ્રીગેટર માટે અરજી જમા કરાવવાની રહેશે. પેટીએમનું કહેવું છે કે, તેના પ્લેટફોર્મ પર હાલના વેપારીઓને કોઈપણ પ્રકારની અસર નહી પડે. કંપનીનું કહેવું છે કે, રિઝર્વ બેંકના ર્નિણયની અસર માત્ર નવા ઓનલાઈન વેપારીઓ પર પડશે. કંપનીએ આશા વ્યક્ત કરી છે કે, ફરીથી આવેદન કર્યા બાદ તેને મંજૂરી મળી જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.