Western Times News

Gujarati News

સંજુ સેમસને પીચ પર કવર ઢાંકવામાં ગ્રાઉન્ડ સ્ટાફને મદદ કરી

વેલિંગ્ટન,  ભારત-ન્યૂઝીલેન્ડ બીજી વનડે વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. આ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવનને લઈને ઘણી ચર્ચા જાેવા મળી રહી હતી. પરંતુ ફરી એકવાર સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.તે જાેયા બાદ ચાહકો તેને લઈને ખૂબ નારાજ હતા. પરંતુ બીજી તરફ આ બાબતોથી દૂર સંજુ સેમસને મેચ ન રમી હોવા છતાં પણ ફેન્સનું દિલ જીતી લીધું હતું. બીજી વનડે દરમિયાન વરસાદે મેચની મજા બગાડી નાખી હતી.આવી સ્થિતિમાં સેમસને કંઈક એવું કર્યું જેની ખુબ પ્રશંસા થઈ રહી છે.

સેમસન ગ્રાઉન્ડ્‌સમેનને મદદ કરતો જાેવા મળ્યો હતો. સેમસનના આ વર્તનની ખૂબ પ્રશંસા જાેવા મળી રહી છે. વરસાદથી પરેશાન, ગ્રાઉન્ડ સ્ટાફ કે જે ગ્રાઉન્ડ અને પીચને કવર કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં, સેમસન પણ મદદ માટે આગળ આવ્યો અને ગ્રાઉન્ડ સ્ટાફની સાથે પીચ પર કવર મૂકતો જાેવા મળ્યો. સેમસનના આ પ્રકારના વર્તને ચાહકોનું દિલ જીતી લીધું હતું.

જ્યારે વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી, પરંતુ તે પહેલા જ ભારતના કેપ્ટન શિખર ધવને સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ન કરવા અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો અને કહ્યું હતું કે અમે ૬ બોલરોના વિકલ્પ સાથે મેદાનમાં ઉતરવા માગીએ છીએ. આ જ કારણ હતું કે સેમસનને બદલે અમે દીપકને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા આપી.

હવે આ સીરીઝની છેલ્લી વનડે ૩૦ નવેમ્બરે રમાવાની છે. ખાસ કરીને ભારત માટે આ મેચ ઘણી મહત્વની બની રહી છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ વનડે જીતી હતી, આવી સ્થિતિમાં ભારતે શ્રેણીની છેલ્લી વનડે જીતવી ખુબ અગત્યની બને છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.