Western Times News

Gujarati News

મધ્યપ્રદેશના ખજુરાહોમાં ‘આદિવર્ત’ આદિવાસી ગામ વસાવાયુ

(એજન્સી) નવીદિલ્હી, ખજુરાહો મધ્યપ્રદેશના બુદેલગ્ખંડના ઋતરપુર જીલ્લામાં સ્થિત છે. જે તેના પશ્ચિમી મંદિરના સમુહ માટે જાણીતું છે. આ મંદીર યુનેસ્કોના વડા હેરિટેઝ લીસ્ટમાં પણ સામેલ છે. સાથે જ ખજુરાહોને પણ એક અલગ ઓળખ મળવા જઈ રહી છે.

ખજુરાહો આવતા દેશી અને વિદેશી પ્રવાસીઓને આદિવાસી આદિવાસી સંસ્કૃતિ, જીવનશૈલી, જીવનશૈલી, સભ્યતા અને કલાથી પરચિત કરવા માટે મધ્યપ્રદેશ સરકારના સાંસ્કતિક વિભાગે આદિવાસી ટાઉનશીપ વિકસાવી છે. જે લગભગ બનવા માટેે તૈયાર છે. આ આદિવાસી સંગ્રહાલયનું નામ આદિવર્ત છે.

જેની અંદર આ ગામનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. મ્યુઝીયમના ક્યુરેટર અશોક મિશ્રાના જણાવ્યા અનુસાર ડીસેમ્બરના અંતિમ સપ્તાહમાં અથવા જાન્યુઆરી-ર૦ર૩માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા રાષ્ટ્રપતિ દ્વારા તેનું ઉદ્‌ઘાટન થઈ શકે .

તેને આદિવાસી લૂકથી ભરપૂર બનવાવ માટે ૧૦૦થી વધુ કલાકારો, તેને શણગારવામાં રોકાયેલા છે. અહીં મધ્યપ્રદેશની સાત મુખય જાતિઓ, ગૈા, સહરિયા, બારીયા, કૌલ, કોૈરકુ, ગોંડ અને ભીલ તેમજ રાજેયના પાંચ મૂખ્ય સાંસ્કૃતિક જીલ્લાઓ-બુંદેેલખંડ, બધેલખંડ, નિમાર, માલવા અને ચંબલ તેમના રહેઠાણ અને જીવન જરૂરીયાતો દૃશાવે છે.

આદિજાતિ સંગ્રહાલયના ક્યુરટર અશોક મિશ્રા કહે છે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગયા વૃષે જાહેરાત કરી હતી કે ખજુરાહોને આંતરરાષ્ટ્રીય કલા કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવે. આને ધ્યાનમાં રાખીને અહી એક સાંસ્કૃતિક ગામ બનાવવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ.

આ મ્યુઝીયમમાં એક પ્રદર્શન ગલરી પણ હશે. આદિવાસી કલાકારો દર મહિને ૧પ દિવસ સુધી અહીં તેમની કલાનું પ્રદર્શન કરી શકશે. તેઓ તેમના ઉત્પાદન સીધા ગ્રાહકોને વેચી શકશે. રાજ્યમાં સાત જાતિઓમાંથી પાંચ જાતિઓ નૃમદા નદીના કિનારે વસે છે.

તેઓ પાણી સાથે ઉંડા જાેડાણ ધરાવે છે. આવી રીતે મા નર્મદાની જીવતી જાગતી ગાથાનું અહીંની દિવાલો પર પેઈન્ટીંગ દ્વારા કોતરવામાં આવશે ત્યારે આ આખુ ગામ બનશે. એ સમયે અહીં આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે નજરાણું બની જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.