Western Times News

Gujarati News

મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં વિપક્ષના નેતા પદે પણ રહી શકશે

નવીદિલ્હી, મલ્લિકાર્જુન ખડગેની કોંગ્રેસ પ્રમુખ પદે વરણી થયા પછી પણ રાજ્યસભામાં વિપક્ષી નેતા પદે ચાલુ રહેશે, તેવી સ્પષ્ટ માહિતી મળી છે.

જાે કે, તેમ પણ કહેવામાં આવ્યું છે કે, જયાં સુધી મલ્લિકાર્જુનનાં સ્થાને કોને મુકવા તે અંગે પાર્ટી-હાઇકમાન્ડ ર્નિણય ન લે ત્યાં સુધી જ તેઓ રાજયસભામાં વિપક્ષી નેતા તરીકે ચાલુ રહેશે.

પરંતુ જાણકારો કહે છે કે ખડગેનાં સ્થાને કોઈ વિકલ્પ નહીં મળતો હોવાની વાત ગળે ઉતરે તેવી જ નથી. તેટલું જ નહીં પરંતુ આથી પક્ષનો સિદ્ધાંત એક વ્યકિત એક પદમાં પક્ષે સંપૂર્ણતઃ યુ ટર્ન લીધો છે. તે સ્પષ્ટ થઈ જાય છે. તે સર્વવિદિત છે કે જયારે અશોક ગહલોતે પક્ષ પ્રમુખ પદ સંભાળવા સાથે રાજસ્થાનનું પણ મુખ્યમંત્રી પદ ચાલુ રાખવા જણાવ્યું ત્યારે રાહુલે જ તેમને સ્પષ્ટ ના કહી દેતાં ગહેલોતે પહેલો વિકલ્પ રાજસ્થાનનું મુખ્યમંત્રી પદ સ્વીકાર્યો હતો.

વધુમાં તે પણ જાણવા મળ્યું છે કે સોનિયા ગાંધીએ કોંગ્રેસ પાર્લામેન્ટરી પાર્ટીનાં સ્ટ્રેટેજી ગ્રુપની મીટીંગ બોલાવી હતી, ત્યારે માત્ર ખડગે, જયરામ રમેશ અને કે.સી. વેણુગોપાલને જ રાજ્યસભામાંથી બોલાવવામાં આવ્યા હતા.

પરંતુ, રાજ્યસભામાં વિપક્ષ નેતા પદ માટેના અન્ય સાંસદો દિગ્વિજયસિંહ અને પી. ચિદમ્બરમને બોલાવવામાં આવ્યા ન હતા. વાસ્તવમાં આ બંને રાજ્યસભામાં વિપક્ષી નેતા પદ માટેના મુખ્ય સ્પર્ધકો હતા તેમ છતાં તેમને તે સ્ટ્રેટેજિક ગ્રુપમાં શા માટે આમંત્રણ ન અપાયું તે રહસ્ય અકબંધ છે.

વાસ્તવમાં ગેહલોત પક્ષ પ્રમુખ પદ માટે ગાંધી કુટુંબની સૌથી પહેલી પસંદગીમાં હતા. પરંતુ તેઓ રાજસ્થાનનું મુખ્ય મંત્રી પદ છોડવા તૈયાર ન હતા. બીજી તરફ જાે ગેહલોત રાષ્ટ્રીય સ્તરે (કોંગ્રેસ પ્રમુખ પદે) પહોંચી જાય તો તેમના સ્થાને (મુખ્ય મંત્રી પદે) સચીન પાયલોટ જ આવે, તે સહજ હતું પરંતુ રાજસ્થાનના કોંગ્રેસના બહુમતી વિધાયકો પાયલોટને મુખ્યમંત્રી પદે સ્વીકારવા તૈયાર ન હતા.

આ સંયોગોમાં રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરી દીધું કે પાર્ટી વન મેન વન પોસ્ટનાં સિદ્ધાંતને વળગી રહેશે તેથી ગહેલોતને પડતા મુકાયા અને ખડગેને સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કરાયા.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણી માટે નામાંકન પત્ર ભરતાં પહેલા જ ખડગેએ રાજ્યસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકેનું ત્યાગ પત્ર આપી દીધું હતું પરંતુ વિકલ્પના અભાવે કે કોઈ અજ્ઞાત કારણસર તેઓને ઉપલા ગૃહના વિપક્ષી નેતા પદે ઓછામાં ઓછા શિયાળુ સત્ર સુધી તો ચાલુ રહેવા કહેવામાં આવી દીધું છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.