Western Times News

Gujarati News

BSI અમદાવાદ દ્વારા વડોદરા મ્યુનિ.ના વરિષ્ઠ અધિકારીઓ માટે ગુણવત્તા પ્રમાણ અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો

ભારતીય માનક બ્યૂરો (બીઆઈએસ) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે બીઆઈએસ એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમજ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે ધોરણોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણપત્ર પર દેખરેખ રાખે છે.

બીઆઈએસ વિવિધ હિતધારકો જેમકે જિલ્લા વહીવટીતંત્ર, સંબંધિત અધિકારીઓ અને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ માટે સમયાંતરે અનેક તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે જેથી કરીને તેમના વધુ અસરકારક અમલીકરણ તરફ  વિવિધ સરકારી યોજનાઓમાં ગુણવત્તાની ખાતરી મળે.

ભારતીય માનક બ્યૂરોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે 01-12-2022ના રોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓને ફરજિયાત પ્રમાણપત્ર, માનકોની રચના, નોંધણીની વિવિધ યોજનાઓ, પ્રમાણપત્ર, પ્રયોગશાળાની માન્યતા અને સોનાના હોલમાર્કિંગ વિશે જાગૃત કરવા માટે એક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. તાલીમ કાર્યક્રમ વિવિધ ઉત્પાદનો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વિશિષ્ટ માનકો પર કેન્દ્રિત હતો.

આ કાર્યક્રમમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 જેટલા વરિષ્ઠ અધિકારીઓ, જેમાં શ્રી અલ્પેશ મજમુંદર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હાજર રહ્યા હતા.

કાર્યક્રમ બાદ સહભાગીઓ સાથે વિસ્તૃત ક્રિયા પ્રતિક્રિયા કરવામાં આવી હતી અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે આઈએસઆઈ માર્ક પ્રોડક્ટ્સના માનકીકરણ અને પ્રાપ્તિ સંબંધિત અનેક શંકાઓ અને પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. શ્રી ચિરાગ શાહ, નાયબ નિદેશકે આભારવિધિ સાથે સત્રનું સમાપન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.