Western Times News

Gujarati News

સંતાન ન થતા યુવકે ચાર વર્ષના બાળકનું અપહરણ કર્યુ

પ્રતિકાત્મક

સુરત, સુરત શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાંથી ચાર વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેને સુરત પોલીસની સૂઝબૂઝ અને ઉમદા કામગીરી કરીને ગણતરીના કલાકોમાં જ મુક્ત કરાવ્યો હતો અને પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું હતું. અપહરણકર્તા આરોપી બાળકને લઈને સુરત છોડે તે પહેલા જ તેને દબોચી લેવામાં આવ્યો હતો.આરોપી સંતોષની ધરપકડ કરાયા બાદ પોલીસની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તેના લગ્ન જીવનને સોળ વર્ષ થયા હોવા છતાં તેને કોઈ સંતાન થતું ન હતું તેથી તેણે આ બાળકને પોતાના સંતાન તરીકે રાખવા માટે તેનું અપહરણ કર્યું હતું અને તેને લઈ જઈને તે પોતાની સાથે રાખવા માંગતો હતો.

સુરત શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં જ્યાં શ્રમજીવી પરિવારો રહે છે. ત્યાં ગતરોજ બપોરે પોણા એક વાગ્યાના અરસામાં ઘર આંગણે રમી રહેલા ચાર વર્ષના બાળકનું એક ઈસમ બાઈક ઉપર બેસાડીને અપહરણ કરી ગયો હતો. બાળકના માતા-પિતા બંને મજૂરી કામ કરતા હોવાથી બાળક ઘરે એકલું જ હતું. આ તકનો લાભ લઈને અપહરણકારે તેનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

જાે કે બાળકના માતા-પિતાએ પ્રાથમિક બાળક ગુમ થયા અંગેની ફરિયાદ સચિન જીઆઇડીસી પોલીસમાં નોંધાવી હતી.ચાર વર્ષનું બાળક ગુમ થયું હોવાને પગલે સુરત પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. પ્રાથમિક પોલીસ દ્વારા બાળક જ્યાંથી ગુમ થયું ત્યાંના સીસીટીવી ચેક કરતા પોલીસને માલુમ પડ્યું હતું કે, બાળકનું અપહરણ કરવામાં આવ્યું છે. જેથી સુરત પોલીસ દ્વારા સાત જેટલી અલગ-અલગ ટીમો બનાવીને બાળકને શોધવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. બાળકને શોધવા માટે સુરત પોલીસના એડિશનલ સીપી સહિત ડીસીપી, સચિન જીઆઇડીસીના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ ક્રાઈમ બ્રાન્ચ ના અધિકારીઓ પણ જાેડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.