Western Times News

Gujarati News

નવા મંત્રીઓને આવકારવા માટે તૈયારીઓ પૂરજોશમાં

ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતદાન પ્રક્રિયા બે તબક્કામાં શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ હતી. હવે આજે એટલે કે ૮ ડિસેમ્બરે પરિણામ જાહેર થઈ જશે. જે બાદ ગુજરાતમાં નવી સરકાર રચાશે અને નવા મંત્રીમંડળની જાહેરાત થશે. જૂના મંત્રીઓએ પોતાની કેબિનો ખાલી કરી દીધી હતી.

મતગણતરીના આગલા દિવસે એટલે ૭ તારીખે સ્વર્ણિમ સંકુલ ૧ અને ૨માં પૂરજાેશમાં સાફ-સફાઈ થતી જાેવા મળી હતી. સ્વર્ણિમ સંકુલ ૧ અને ૨માં મંત્રીઓને ઓફિસો આવેલી છે ત્યારે અહીં સ્ટાફ દ્વારા પૂર્વ મંત્રીઓના ડ્રોઅર અને કબાટો સાફ કરવામાં આવ્યા હતા.

ફાઈલો બેગમાં પેક કરી દેવાઈ હતી, કાગળોના ફાડીને નાના ટુકડા કરવામાં તેમજ પૂર્વ મંત્રીઓની તસવીરો હટાવી દેવામાં આવી હતી જેથી નવા માટે જગ્યા થઈ શકે. મોટાભાગના મંત્રીઓએ મહત્વની ફાઈલો ચૂંટણી પહેલા જ વ્યવસ્થિત મૂકાવી દીધી હતી તેમ છતાં બુધવારે કેટલીક ફાઈલો ખસેડવામાં આવી હતી.

નવેમ્બરના પહેલા અઠવાડિયાથી જ શાંત પડેલી બિલ્ડિંગ્સમાં બુધવારે ભારે ચહલપહલ જાેવા મળી હતી. એક મંત્રીના કેબિનની બહાર ઊભા રહીએ તો બંધ બારણાની પાછળ સાફ-સફાઈનો અવાજ આવી રહ્યો હતો. દરેક મંત્રી પાસે પોતાના નામ-સરનામાવાળી કેટલીય સ્ટેશનરી અને લેટરપેડ હતા.

આ બધી જ વસ્તુઓ ચેમ્બરમાંથી બહાર કાઢી લેવાઈ છે, તેમ સચિવાલયમાં આ બધી બાબતોનું ધ્યાન રાખતા કર્મચારીએ જણાવ્યું હતું. મોટાભાગની ચેમ્બરોમાં દેવી-દેવતાઓની તસવીરો હતી જેને જેમની તેમ રાખવામાં આવી હતી. દિવાલો પરથી પણ બાકીની તસવીરો હટાવી લેવાઈ હતી જેથી નવા આવનારા મંત્રીઓ પોતાની પસંદગીના ફોટોઝ ત્યાં લગાવી શકે.

“પદધારી મંત્રીઓને દિવાલો પર ઘણી તસવીરો લગાવવી ગમતી હતી. જાેકે, હાલ તે તમામ હટાવી લેવાઈ છે”, તેમ એક કેબિનેટ મંત્રીના પર્સનલ સેક્રેટરીએ જણાવ્યું. ઓફિસરે વધુમાં જણાવ્યું કે, હવે આગામી પગલું ત્રણ અઠવાડિયાથી બંધ પડેલી ઓફિસોની વ્યવસ્થિત સફાઈ કરવાનું છે. “મંત્રીઓના નામની જાહેરાત થાય તે પછી અમે ઓફિસોને ફૂલોથી સજાવીશું”, તેમ તેમણે વધુમાં ઉમેર્યું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.