ધોરાજીમાં ભાજપના મહેન્દ્ર પાડલિયાની મોટી જીત
ધોરાજી, સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો ગઢ ગણાતી ધોરાજી બેઠક ઉપરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત વસોયાએ હાર સ્વીકારી લીધી છે અને ભાજપના ઉમેદવાર મહેન્દ્ર પાડલિયાને જીત મળી છે.
ધોરાજી કોંગ્રેસનો ગઢ ગણાતી હતી પરંતુ આ બેઠક ઉપર કોંગ્રેસની કારમી હાર થઈ છે. શરૂઆતના સંકેતો અને વલણો બાદ ધોરાજી બેઠક ઉપરથી કોંગ્રેસના આ ઉમેદવારે પોતે જ હાર સ્વીકારી લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસના મતને અસર પહોંચી છે અને પાંચ રાઉન્ડ઼ના અંતે તેઓ ઘણા માર્જિનથી પાછળ હોવાનું પણ સ્વીકારી લીધું છે.
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો ગઢ ગણાતી ધોરાજી બેઠક ઉપરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત વસોયાએ હાર સ્વીકારી લીધી છે . તો આ ચૂંટણીમાં ૩૨ વર્ષ બાદ કોંગ્રેસની સૌથી કારમી હારના સંકેત જાેવા મળ્યા છે .
ત્યારે શરૂઆતના સંકેતો અને વલણો બાદ ધોરાજી બેઠક ઉપરથી કોંગ્રેસના આ ઉમેદવારે પોતે જ હાર સ્વીકારી લીધી છે. તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસના મતને અસર પહોંચી છે અને પાંચ રાઉન્ડ઼ના અંતે તેઓ ઘણા માર્જિનથી પાછળ હોવાનું પણ સ્વીકારી લીધું છે. ગઢડા ૧૦૬ કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ચાવડાએ હાર નજર સામે દેખાતા ઘર તરફ ચાલતી પકડી હતી.
કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ચાવડાએ પોતાની હાર સ્વીકારી હતી. ૭ રાઉન્ડ પુરા થતા કોંગ્રેસના ઉમેદવાર મતગણતરી સેન્ટરથી ચાલતી પકડી હતી.SS1MS