Western Times News

Latest News from Gujarat India

અલ્પેશ ઠાકોરનો ભારે વિરોધ હોવા છતાંય કોંગ્રેસના હિમાંશુ પટેલને પરાજિત કરવામાં સફળતા મળી

ગાંધીનગરની પાંચ સીટમાં ઐતિહાસિક જીત સાથે કમળ ખીલ્યું

(પ્રતિનિધિ)ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે ત્યારે સર્વત્ર ભાજપનો ભગવો લહેરાયો છે અને ડબલ એન્જિન વાળી સરકાર ફરીથી ગુજરાતમાં આવી ગઈ છે ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠક ઉપર ભારે રસાકસી જાેવા મળી હતી

અને કોંગ્રેસ ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર જેવું વાતાવરણ સર્જાયું હતું પરંતુ સવારથી જે પરિણામો આવ્યા તે જાેતા સમગ્ર માહોલ ભાજપમય બની ગયો હતો અને જાેતો જાેતા માં ગાંધીનગર જિલ્લાની તમામ બેઠકો પર ભાજપ ના ઉમેદવારોનો વિજય થયો હતો અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હતા

ગાંધીનગર ઉત્તર ની વાત કરીએ તો આ બેઠક ઉપર પૂર્વ મેયર રીટાબેન પટેલે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે જાેકે ટિકિટ સમય રીટાબેન નું નામ આવતા જ વિવિધ ચર્ચાઓનો અંત આવી ગયો હતો ઉલ્લેખનીએ છે કે આ બેઠક ઉપર પૂર્વ મેયર તરીકે રહેલા રીટાબેન પટેલે ધારાસભ્ય ના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ માંગી હતી.

જેને પક્ષ દ્વારા સમર્થન મળતા વિવિધ રીતે તેમની ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા અને તેની સામે કોંગ્રેસના વિરેન્દ્રસિંહ વાઘેલા નો પરાજય થયો છે. ઉલ્લેખનીય છેકે રસાકસી ભરી

આ બેઠક ઉપર બંને રાજકીય પક્ષોએ એડી ચોટીના ચોર સાથે પ્રચાર પ્રસાર કર્યો હતો આ વચ્ચે આમ આદમી પાર્ટી એ પણ પોતાના પ્રચારમાં કોઈ કચાસ રાખી ન હતી તેમ છતાંય ગાંધીનગર ઉત્તર બેઠકના રીટાબેન પટેલ ભવ્ય વિજય થયો છે તો બીજી તરફ દક્ષિણ બેઠકમાં કોંગ્રેસના હિમાંશુ પટેલનો અલ્પેશ ઠાકોર સામે પરાજય થયો છે

કે દક્ષિણ બેઠક પર ગાંધીનગર જિલ્લામાં ચર્ચાના એરણે રહી હતી, તેમ છતાં અલ્પેશ ઠાકોરનો ભારે પ્રબળ વિરોધ હોવા છતાંય કોંગ્રેસના દિગ્ગજ અને વકીલ એવા હિમાંશુ પટેલને પરાજિત કરવામાં સફળતા મળી છે તો બીજી તરફ કલોલ બેઠકમાં કોંગ્રેસનો ગઢ ગણાવતા બળદેવજી ઠાકોર પણ આ ચૂંટણીમાં પરાજિત થયા છે.

ઉલ્લેખનીય છે કે કલોલ બેઠકમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભાડે આક્રમકતા સાથે ચૂંટણી જંગ રહ્યો હતો તેમ છતાંય ભાજપના ઉમેદવાર બકા જી ઠાકોરનો ભવ્ય વિજય થયો છે એ જ રીતે દહેગામ બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવાર નો વિજય થયો છે કે આ તમામ બેઠકો ઉપરાંત માણસા બેઠક પણ ગાંધીનગર જિલ્લામાં આવતી હતી.

જેમાં નવનિયુક્ત ઉમેદવાર જીએસ પટેલ વિજય થયો છે જાે કે આ બેઠક ઉપર ચૌધરી સમાજ નિર્ણાયક રહેશે તેવી ચર્ચાઓ ચાલતી હતી પરંતુ અંતિમ ઘડીએ ભાજપના નવનિયુક્ત ઉમેદવાર જીએસ પટેલ આ ચૂંટણી જીતી ગયા છે ની કોંગ્રેસના બાપુજી ઠાકોરની પરાજિત કરવામાં તેમ સફળતા પ્રાપ્ત થઈ છે નોંધણી છે કે ગાંધીનગર જિલ્લાની ઉત્તર દક્ષિણ ઉપરાંત કલોલ માણસા અને દહેગામ બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે અને કોંગ્રેસના પ્રભુત્વ વાળી બેઠકો મેળવવામાં ભાજપને સફળતા મળી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers