Western Times News

Gujarati News

રીછ માણસને જોઈને તરત જ કરી દે છે હુમલો

નવી દિલ્હી, ભારત વિવિધતાઓનો દેશ છે. અહીં ધર્મ, સમુદાય, માન્યતાઓ અને પરંપરાઓ અલગ-અલગ છે, સાથે જ અહીં ઘણા પ્રકારનાં પ્રાણીઓ છે કે તેમની ગણતરી કરવી ખૂબ જ મુશ્કેલ છે. આપણો દેશ અનેક પ્રજાતિઓના પ્રાણીઓ, તેમની પેટાજાતિઓ અને વિવિધ પ્રકારની જાતિઓથી ભરેલો છે. ઘણા જીવો છે જે મૂળભૂત રીતે ફક્ત અહીં જ જાેવા મળે છે.

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આટલા બધા જીવોમાં ભારતનું સૌથી ખતરનાક પ્રાણી કયું છે? હાલમાં જ ટિ્‌વટર પર આ પ્રાણીનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. ટિ્‌વટર એકાઉન્ટ ર્જ્રં્‌ીિિૈકઐહખ્ત પર વારંવાર વિચિત્ર વીડિયો પોસ્ટ કરવામાં આવે છે. હાલમાં જ આ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં એક રીંછ જાેવા મળી રહ્યો છે જે સામાન્ય રીંછ કરતા કદમાં થોડો નાનો છે.

વાસ્તવમાં, આ રીંછને સ્લોથ રીંછ કહેવામાં આવે છે અને તે ભારતનું સૌથી ખતરનાક પ્રાણી માનવામાં આવે છે. તમે વિચારશો કે જે દેશમાં સિંહ, ચિત્તા, વાઘ, મગર જેવા અનેક પ્રાણીઓ રહે છે ત્યાં આ પ્રાણીને સૌથી ખતરનાક કેમ કહેવામાં આવે છે? સ્લોથ રીંછ ભારતીય ઉપખંડમાં જાેવા મળે છે.

તેમનો સ્વભાવ ખૂબ જ આક્રમક અને અણધારી છે, તેથી જ તેને ભારતનું સૌથી ખતરનાક પ્રાણી કહેવામાં આવે છે. સ્લોથ રીંછના હુમલાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આ વર્ષની શરૂઆતમાં આ રીંછે મધ્યપ્રદેશના જંગલોમાં બે લોકો પર હુમલો કર્યો હતો.

વીડિયોમાં રીંછનું હિંસક સ્વરૂપ પણ દેખાઈ રહ્યું છે. તે કેમેરા તરફ ઝડપથી દોડતો જાેવા મળે છે. તેનો અવાજ પણ ઘણો ડરામણો લાગી રહ્યો છે. આ વીડિયોને લગભગ ૯ લાખ વ્યૂઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

જંગલી ડુક્કરનો ભયાનક વીડિયો શેર કરતી વખતે એક વ્યક્તિએ કહ્યું કે કદાચ તમે આ પ્રાણીને ભારતમાં જાેયું નથી, તેથી તે રીંછને સૌથી ખતરનાક ગણાવે છે. એકે કહ્યું કે પહેલા લોકો આ રીંછને દોરડા વડે બાંધીને રસ્તા પર લાવી વિવિધ કરતબો બતાવતા હતા. એકે કહ્યું કે રીંછને માણસોથી ડરવું જ જાેઈએ, તેઓથી કોઈ ખતરો નથી, તેઓ માત્ર પોતાનો જીવ બચાવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.