Western Times News

Gujarati News

કવિ સંદિપ દ્વિવેદી દ્વારા હિન્દી સાહિત્યની મહાન કૃતિ રશ્મિરથી ગુતાલ ખાતે રજૂ

(પ્રતિનિધિ) નડિયાદ, હિન્દી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જિલ્લાની જાણીતી સરકારી માધ્યમિક શાળા ગુતાલ ખાતે વ્યાખ્યાન માળાનો ૩૦મો મણકો યોજાયો હતો. ભારતના પ્રસિદ્ધ કવિ શ્રી સંદિપ દ્વિવેદી દ્વારા મહાભારત સે જીવન વિષય ઉપર અદ્ભૂત વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.

વિશેષમાં એમના અવાજમાં રજૂ થયેલી શ્રી રામધારિસિંહ દિનકરજી અમર કૃતિ રશ્મિરથી લોકોને ખૂબ પસંદ આવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિ. સુશ્રી આવાબહેન શુક્લા ઉપસ્થિત રહ્યા હતા તેમજ જિલ્લાના માહિતી નાયબ નિયામક સુશ્રી નિત્યાબહેન ત્રિવેદી, માર્ગ અને મકાન વિભાગના મદદનીશ ઇજનેર સુશ્રી કૃતિબેન જાેશી, જાણીતા એડવોકેટ શ્રી સંતોષ દુબે જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા. વિશેષમાં સરકારી માધ્યમિક શાળા રાસ્કાના આચાર્ય શ્રી રાજેશ પટેલિયા સહિત દસ વિદ્યાર્થીઓ પણ આ વ્યાખ્યાન થકી લાભાન્વિત થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.