Western Times News

Gujarati News

ગુજરાતમાં ઐતિહાસિક જીત બાદ ભાજપની હવે ૯ રાજ્યની વિધાનસભા ચૂંટણી પર નજર!

(એજન્સી)નવીદિલ્હી, ગુજરાતમાં પ્રચંડ બહુમતી મેળવી અનેક રેકોર્ડ સર્જી ભારતીય જનતા પાર્ટીએ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી માટે પણ હુંકાર ભરી દીધો છે. જાે કે આ સફરમાં હજું પણ અનેક નાના મોટા પડાવ આવશે. પણ મહત્વની વાત એ છે કે ગુજરાત તો ભાજપે સાચવી લીધુ પણ હવે લોકસભા ચૂંટણી પહેલા ૯ રાજ્યોમાં ચૂંટણી આવશે. જેમાં જીત મેળવવા માટે ભાજપ પૂરતી તૈયારી કરીને મેદાને પડવા ઈચ્છશે નાગાલેન્ડમાં હાલ ભાજપ સમર્થિત સરકાર છે.

અહીં ગત વિધાનસભા ચૂંટણી વર્ષ ૨૦૧૮માં થઈ હતી. ત્યારે નેશનલિસ્ટ ડેમોક્રેટિક પીપલ્સ પાર્ટી (એનડીપીપી) અને ભાજપે મળીને ચૂંટણી લડી હતી. ચૂંટણી બાદ પીપલ્સ ડેમોક્રેટિક અલાયન્સ (પીડીએ) નામથી સરકાર બની હતી. જેમાં એનડીપીપીના નેફ્યૂ રિયો મુખ્યમંત્રી બન્યા હતા. નાગાલેન્ડમાં ભાજપે ૧૨ સીટ મેળવી હતી. નાગાલેન્ડ વિધાનસભાનો કાર્યકાળ ૨૦૨૩માં પૂરો થાય છે. મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)નું શાસન છે.

અહીં મુખ્યમંત્રી કોનરાડ સંગમા છે. અહીં વર્ષ ૨૦૧૮માં ચૂંટણી થઈ હતી.મેઘાલય વિધાનસભાનો કાર્યકાળ માર્ચ ૨૦૨૩માં પૂરો થશે. ભાજપે ૨૦૧૮માં અહીં ડાબેરી પક્ષોના શાસનનો અંત કર્યો હતો અને સત્તા પર આવ્યું હતું. આ વર્ષે ૧૪ મેના રોજ ભાજપે અહીં ફેરફાર લાવતા બિપ્લવ દેવને મુખ્યમંત્રી પદેથી હટાવીને માણિક સાહાને સીએમ બનાવ્યા હતાં. અહીં કોંગ્રેસ અને સીપીઆઈ-એમ વચ્ચે વાતચીત ચાલે છે અને આશા વ્યક્ત કરાઈ રહી છે કે તેમની વચ્ચે ગઠબંધન થઈ શકે છે. જ્યારે આદિવાસી તિપ્રા મોથા પાર્ટી ભાજપના સહયોગી આઈપીએફટી પાસેથી આદિવાસી મતો પડાવવાની કોશિશ કરશે. આ વિધાનસભાનો કાર્યકાળ માર્ચ ૨૦૨૩માં પૂરો થાય છે.

ગત વખતે અહીં ચૂંટણી બાદ કોંગ્રેસ અને જેડીએસનું ગઠબંધન થયું હતું અને ત્યારે એચડી કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યા હતા. જેના કારણે ભાજપ વધુ સીટો મેળવીને પણ સત્તામાંથી દૂર રહી હતી. જાે કે ૧૪ મહિનાની અંદર જ ભાજપના અઠંગ ખેલાડી બી એસ યેદિયુરપ્પાએ પોતાનો જાદુ ચલાવ્યો અને જેડીએસ તથા કોંગ્રેસની સરકાર પડી અને નવી સરકાર બની. ગત વર્ષ જુલાઈમાં ભાજપે યેદિયુરપ્પાને હટાવીને બસવરાજ બોમ્બઈને સીએમ બનાવ્યા હતા. કર્ણાટક વિધાનસભાનો કાર્યાકળ મે ૨૦૨૩માં પૂરો થાય છે.
મિઝો નેશનલ ફ્રન્ટના નેતા જાેરામથાંગા ડિસેમ્બર ૨૦૧૮માં આ પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા.

ત્યારે તેમની પાર્ટીએ કોંગ્રેસનો સફાયો કરીને જીત મેળવી હતી. કોંગ્રેસ અહીં લાલ થાનાવાલના નેતૃત્વમાં બેવાર શાસન કરી ચૂકી હતી. મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બર ૨૦૨૩માં પૂરો થાય છે. આ રાજ્યમાં જીત મેળવવી એ કોંગ્રેસ માટે ખુબ મોટી વાત હતી. ગત વિધાનસભા ચૂંટણીમાં ભૂપેશ બઘેલે આ કામ શક્ય કરી બતાવ્યું હતું. ત્યારે કોંગ્રેસે ૯૦ બેઠકોમાંથી ૬૮ બેઠકો મેળવી હતી. આ સાથે જ ભાજપને સત્તામાંથી દૂર કર્યું હતું. જાે કે પેટાચૂંટણીમાં કોંગ્રેસે અહીંની એસટી-અનામત સીટ ભાનુપ્રતાપપુર કબજે કરી હતી. ભાજપની પેટાચૂંટણીઓમાં આ સતત પાંચમી હાર હતી.

આ રાજ્યની વિધાનસભાનો કાર્યકાળ જાન્યુઆરી ૨૦૨૪માં પૂરો થાય છે. મધ્ય પ્રદેશમાં કડક મુકાબલા બાદ ગત ચૂંટણીમાં કોંગ્રેસે ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા શિવરાજ સિંહ ચૌહાણને સત્તામાંથી દૂર કર્યા હતા. જાે કે કોંગ્રેસ પોતાની જીતની ઉજવણી બહુ સમય સુધી જાળવી શકી નહીં અને માર્ચ ૨૦૨૦માં કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ૨૨ વિધાયકો સાથે પાર્ટી છોડી. આ સાથે જ કમલનાથ સરકર પડી અને શિવરાજ સિંહ ચૌહાણ ફરી એકવાર સત્તામાં આવી ગયા.

જાે કે આ વખતે પણ દિગ્વિજય સિંહ અને કમલનાથ જેવા દિગ્ગજ નેતાઓની હાજરીના કારણે કોંગ્રેસને અવગણવી સરળ નહીં રહે. મધ્ય પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ જાન્યુઆરી ૨૦૨૪ના અંતમાં પૂરો થઈ રહ્યો છે. રાજસ્થાનમાં સત્તા પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આવતી જતી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.