Western Times News

Gujarati News

નરેન્દ્ર મોદીએ નાગપુરમાં અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન કર્યું

મહારાષ્ટ્રને ૭૫ હજાર કરોડની ભેટ

નાગપુર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે નાગપુરમાં અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું. સૌથી પહેલા તેમણે નાગપુર રેલવે સ્ટેશનથી નાગપુર-બિલાસપુર વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડી. ત્યારબાદ પીએમ મોદીએ નાગપુર મેટ્રો રેલ પ્રોજેક્ટનું પણ ઉદ્ધાટન કર્યું. તેમણે ફ્રીડમ પાર્કથી ખપરી સુધી મુસાફરી પણ કરી. તેમણે નાગપુર મેટ્રો ફેઝ-૨ની આધારશીલા પણ મૂકી. પીએમ મોદીએ સમૃદ્ધિ મહામાર્ગનું પણ ઉદ્ધાટન કર્યું.

વિભિન્ન વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ધાટન કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે આજે મહારાષ્ટ્ર માટે ખાસ દિવસ છે. નાગપુરથી એવા વિકાસ કાર્યોની શરૂઆત થઈ રહી છે જે લોકોના જીવનમાં ફેરફાર લાવશે. આજે જે પ્રોજેક્ટ્‌સનું ઉદ્ધાટન થયું છે તે મહારાષ્ટ્રના વિકાસને નવી દિશા આપશે. આ પ્રોજેક્ટ્‌સ રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સમગ્ર દ્રષ્ટિ પ્રદાન કરે છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આ એ વાતનો પુરાવો છે કે મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં ડબલ એન્જિનની સરકાર કેટલી ઝડપથી કામ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આઝાદીના ૭૫ વર્ષના અમૃત મહોત્સવમાં ૭૫,૦૦૦ કરોડ રૂપિયાના આ વિકાસ કાર્યો માટે હું મહારાષ્ટ્ર અને અહીંની જનતાને શુભેચ્છાઓ પાઠવું છું. પીએમ મોદીએ નાગપુરમાં સમૃદ્ધિ મહામાર્ગનું એટલે કે નાગપુર-મુંબઈ સુપર કમ્યુનિકેશન એક્સપ્રેસ પ્રોજેક્ટના પહેલા તબક્કાનું ઉદ્ધાટન કર્યું.

૫૨૦ કિલોમીટરવાળો આ રોડ નાગપુરને શિરડીથી જાેડશે. મહારાષ્ટ્રના નાગપુરમાં હજારો કરોડના પ્રોજેક્ટના ઉદ્ધાટન બાદ પીએમ મોદી ગોવા પહોંચ્યા હતા. અહીં તેઓ વિશ્વ આયુર્વેદ કોંગ્રેસના સમાપન સમારોહને સંબોધન કર્યું હતું. આ સાથે જ ૩ રાષ્ટ્રીય આયુષ સંસ્થાનોનું પણ ઉદ્ધાટન કર્યું હતું તથા પીએમ મોદી ગોવામાં મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું પણ ઉદ્ધાટન કર્યું હતું. સમૃદ્ધિ મહામાર્ગનો પહેલો તબક્કો ૫૨૦ કિલોમીટરનું અંતર કવર કરશે.

આ મહામાર્ગના જે પહેલા તબક્કાને ખોલવામાં આવી રહ્યો છે તે નાગપુરને શિરડીથી જાેડશે. હાલ આ બે શહેરો વચ્ચે મુસાફરીનો સમય જે ૧૦ કલાકનો છે તે ઘટીને પાંચ કલાકનો થઈ જશે. આ મહામાર્ગનું અસલ નામ હિન્દુ હ્રદયસમ્રાટ બાલાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ છે. જે મહારાષ્ટ્રના ૧૦ જિલ્લામાંથી પસાર થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.