Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અપક્ષના ૩, AAPના ૩ એમ કુલ ૬ ધારાસભ્યો ભાજપમાં જાેડાશે!

ત્રણેય અપક્ષ ધારાસભ્યોએ ગુપ્ત બેઠક કરી

(એજન્સી)ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પુરી થતાંની સાથે જ હવે પક્ષપલટાની મૌસમ આવી છે. આ વખતે ગુજરાતમાં જનતાએ ભાજપે કુલ ૧૮૨માંથી ૧૫૬ બેઠકો જીતાડીને ઐતિહાસિક જીત અપાવી છે. ત્યારે આ દરમિયાન ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. અપક્ષમાંથી ચૂંટાયેલાં ત્રણેય ધારાસભ્યોએ ભાજપને પોતાનું સમર્થન જાહેર કરી દીધું છે.

જેમાં બાયડથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલાં ધવલસિંહ ઝાલા, વડોદરાના વાઘોડિયાથી અપક્ષ ચૂંટાયેલાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા જ્યારે ધાનેરાથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલાં માવજી દેસાઈ સહિત ત્રણેય અપક્ષ ધારાસભ્યોએ ગુપ્ત બેઠક યોજી હોવાનું સામે આવ્યું છે.

અલ્પેશ-ધવલસિંહની સ્થિતિ ન ઘરના, ન ઘાટના જેવી થઈ

ધારાસભ્યોની શપથવિધિ પહેલાં જ આ સમગ્ર મામલો સામે આવ્યો છે. ત્રણેયે ભાજપને પોતાનું સમર્થન જાહેર કરી દીધું છે. ત્રણેય પહેલાં ભાજપમાં જ હતા. તેમને ટિકિટ ન મળતા તેઓ અપક્ષ ઉમેદવારી કરી હતી. હવે જીત બાદ તેઓ ઘરવાપસી કરી રહ્યાં છે.

બીજી તરફ આમ આદમી પાર્ટીના વીસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી પણ ભાજપમાં જાેડાવાની ચર્ચા હતી. જેમાં તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છેકે, હું પહેલાં ભાજપમાં જ હતો. નરેન્દ્ર મોદી પર મને ગર્વ છે. હજુ હું ભાજપમાં જાેડાયો નથી. પણ મારી ટીમ મારા કાર્યકરો અને મારી જનતાને પૂછીને આગામી ર્નિણય લઈશ.

વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ઝી ૨૪ કલાક સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, મારું સમર્થન પહેલાં જ દિવસે ભાજપને આપેલું છે. બીજી પાર્ટીમાં જાેડાવાનો સવાલ જ ઉભો નથી થતો. ફોર્મલ મીટિંગ હતી. બીજી કોઈ કારણ નહોતું.

શુભેચ્છા મુલાકાત હતી ત્રણેય અપક્ષ ધારાસભ્યોની. અમે પહેલાંથી જ ભાજપને અમારું સમર્થન આપી દીધેલું છે.આ ઉપરાંત એવા પણ સમાચારો સામે આવી રહ્યાં છેકે, આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલાં વીસાવદરના ભૂપત ભાયાણી સહિત બોટાદથી ઉમેશ મકવાણા અને ગારિયાધારથી સુરેશ વાઘાણી પણ ભાજપમાં જાેડાઈ શકે છે.

ધારાસભ્ય દળની શપથ પહેલાં ભાજપ દ્વારા આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવશે. આમ આ સમાચારોને કારણે હાલ ગુજરાતની રાજનીતિમાં હડકંપ મચી ગયો છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers