Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ઈ-રીક્ષા પ્રકલ્પ હેઠળ અમદાવાદમાં ૬૦૦ રીક્ષાને બદલે માત્ર ૪૮ જ દોડાવાય છે

બીઆરટીએસ બસની સુવિધા નથી એવા વિસ્તારોને સાંકળવા આ મહત્વકાંક્ષી પ્રકલ્પ શરૂ કરાયો હતો

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના જે વિસ્તારોમાં બી.આર.ટી.એસ.બસની સુવિધા ઉપલબ્ધ નથી એવા વિસ્તારોને સાંકળી લઈ મુસાફરોને લાસ્ટમાઈલ કરનેકટીવીટી આપવાના હેતુથી દોઢ વર્ષ અગાઉ ઈ-રીક્ષા પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો. છ ઈ-રીક્ષાથી શરૂ કરવામાં આવેલા પાયલોટ પ્રોજેકટને ૬૦૦ ઈ-રીક્ષા સુધી પહોચાડવાની સત્તાધીશોએ જાહેરાત સામે હાલ વિવિધ વિસ્તારમાં માત્ર ૪૮ ઈ-રીક્ષા દોડાવવામાં આવી રહી છે.

અમદાવાદમાં ૧૪ ઓકટોબર-ર૦૦૯ના દિવસે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શહેરીજનો વ્યાપક પ્રમાણમાં પબ્લીક ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો ઉપયોગ કરતા થાય છે. હેતુથી જનમાર્ગ લીમીટેડ દ્વારા દોડાવવામાં આવતી બી.આર.ટી.એસ., બસ સર્વીસની શરૂઆત કરાવી હતી. સર્વીસસના તેર વર્ષ પુરા કરી ચુકેલી બી.આર.ટી.એસ. બસના મુસાફરોમાં સુવિધા આપવાનો નામે અમદાવાદ જનમાર્ગ લીમીટેડ દ્વારા જુલાઈ-ર૦૧૧થી શિવરંજનીથી પ્રહલાદનગર સુધીના રૂટ ઉપર ઈ-રીક્ષાનો પાયલોટ પ્રોજેકટ શરૂ કરવામં આવ્યો હતો.

એ સમયે દસ જેટલા વિવિધ રૂટ પર માત્ર દસ રૂપિયાના ફીકસ ભાડા સાથે મુસાફરોને તેમાં ગંતવ્ય સ્થળ સુધી પહોચાડવા માટે છ ઈ-રીક્ષાથી પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે ફેબ્રુઆરી મહીનામાં અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનનું ર્વાષિક અંદાજપત્ર મંજુર કરવામાં આવ્યું હતું. આ અંદાજપત્રમાં બી.આર.ટી.એસ.બસના મુસાફરોનો સંખ્યામાં વધારો થાય તેમજ જ વિસ્તારમાં બી.આર.ટી.એસ. બસની સુવિધા નથી એવા વિસ્તારના મુસાફરો માટે લાસ્ટમોબાઈલ કનેકટીટવીટી પુરી પાડવાના ઉદેશ્યથી ૬૦૦ જેટલી ઈ-રીક્ષા નજીવા દરે ઉપલબ્ધ કરાવાશે.

એ પ્રકારની જાહેરશાત કરવામાં આવી હતી. વિધાનસભાની ચુંટણી પુરી થતા મ્યુનિ.તંત્રમા હવે નવા નાણાંકીય વર્ષ માટેનો અંદાજપત્રની તૈયારીઓ શરૂ કથઈ છે. આમ છતાં બી.આર.ટી.એસના મુસાફરોને લાસ્ટમોબાઈલ કનેકટીવીટી આપવા ૬૦૦ ઈ-રીક્ષા શરૂ કરવાની જાહેરાતની સામે માત્ર ૪૮-ઈ-રીક્ષા દોડાવાઈ રહી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers