Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

રાજકુમાર જતોલિયાની બેનમૂન ચિત્રકૃતીઓનું શહેરમાં પ્રદર્શન

(માહિતી)વડોદરા, પ્રાચીન મંદિરો અને વન્ય જીવોની ફોટોગ્રાફી બહુધા થાય છે.પરંતુ ખજુરાહો ના રાજકુમાર જતોલીયા દેશના સદીઓ જૂના પ્રાચીન મંદિરો અને જંગલ વિહારી વન્ય જીવોની ચિત્રકારી – પેઇન્ટિંગ માટે નામાંકીત છે.તેઓની બેનમૂન ચિત્રકૃતિઓ આગામી સપ્તાહે યોજાનારા પ્રદર્શનમાં કલાપારખુ વડોદરાવાસીઓ ને જાેવા મળશે.
શ્રી રાજકુમાર જતોલીયા વિશ્વ કક્ષાની કલા ધરોહરમાં સ્થાન પામેલા ખજુરાહો માં પોતાનો આર્ટ સ્ટુડિયો ધરાવે છે અને છેલ્લા ૧૭ વર્ષ થી ખજુરાહોમાં રહીને ત્યાંના મંદિરો તેમજ મધ્યપ્રદેશ અને ભારત ના ઘણા પ્રાચીન મંદિરો ના પેન્ટિંગસ તેમણે બનાવ્યા છે.

પોતે MFA (master of fine arts) છે. ભારતીય વન્યજીવ ને પેઇન્ટિંગ માં ઉતારવામાં તેમની નિપુણતા છે. ભારતના ઘણાં રાજ્યોમાં તેમના એકલ – solo પ્રદર્શન થઈ ચૂક્યા છે.તેમના પેન્ટિંગસ દેશભરના પ્રતિષ્ઠિત લોકો ના ઘર માં અને સંગ્રહ માં જાેવા મળશે.

તેવો કોફી પેન્ટિંગ, ચારકોલ પેન્ટિંગ, મેક્રો u R<…u™ work જેવા અનેક પ્રકાર ના પેન્ટિંગસ્‌ બનાવે છે. તેમની બહેતરીન ચિત્ર કૃતિઓ અને સર્જનોનું વડોદરા શહેરમાં પહેલીવાર પ્રદર્શન તારીખ ૧૩.૧૨.૨૨ થી ૧૮.૧૨.૨૨ દરમિયાન p n Gadgil jewelers ,જેતલપુર રોડ ,વડોદરા ની ચિત્ર દિર્ઘામાં યોજવામાં આવ્યું છે.વડોદરાના કલા ચાહકોને આ પ્રદર્શન નિહાળવા તેમણે આમંત્રણ પાઠવ્યું છે. મંગળવાર તા.૧૩/૧૨ ની સાંજે ૬ વાગ્યે આ પ્રદર્શન શરૂ થશે.તા.૧૮ મી ડીસેમ્બર સુધી,રોજ સવારના ૧૧ થી રાત્રિના ૮ વાગ્યા સુધી પ્રદર્શનની મુલાકાત લઈ શકાશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers