Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વાપી જીઆઈડીસીમાં હેરંબા કંપની દ્વારા જાહેર શૌચાલયને ખુલ્લું મુકાયું

(પ્રતિનિધિ)વાપી, વાપી અને સરીગામ જીઆઈડીસીની હેરંબા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે કંપની દ્વારા સમાજને ઉપયોગી એવા ટોયલેટ- બાથરૂમની સુવિધા પૂરી પાડી જાહેર જનતાને મદદરૂપ બનવા માટે બનાવવામાં આવેલ શૌચાલયને વીઆઈએના પ્રમુખના હસ્તે લોકાર્પણ કરાયું હતું સાથે ૨ દિવસીય હેરંબા પ્રીમિયર લીગ ૨૦૨૨નું આયોજન કર્યું છે. જેમા કુલ ૮ ટીમ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ વાપીના વીઆઈએ ગ્રાઉન્ડ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો.

જેમાં કંપનીના જ અલગ અલગ દરેક પ્લાન્ટમાંથી કામ કરતા કર્મચારીઓ તેમજ અન્ય સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો. વાપી જીઆઈડીસીના થર્ડફેઝમાં અને સરીગામ ખાતે આવેલ હેરંબા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કુલ ૪ પ્લાન્ટ આવેલા છે. તેમજ મુંબઈમાં પણ કંપની પોતાની હેડઓફિસ અને પ્લાન્ટ ધરાવે છે. કંપનીએ હાલમાં કર્મચારીઓના સહયોગમાં અનેકગણી પ્રગતિ કરી છે. જેનું વધુ વિસ્તરણ કરવા નવી ઓફિસ બનાવી છે.

તો, સામાજિક ઉત્તરદાયિત્વ ને ધ્યાને રાખી જીઆઈડીસીમાં અવરજવર કરતા કામદારો માટે, બહારગામથી વાપીમાં આવતા ટ્રક-ટેમ્પોના ડ્રાઇવર માટે ટોયલેટ-બાથરૂમની સગવડ ઉભી કરી મદદરૂપ બન્યા છે. આ સાથે કંપની સંચાલકો દ્વારા ૨ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીના મેનેજર રૂપેશ વેગડા, છય્સ્ પ્રશાંત ભીંડ, ભૌમિક પાઠક, મીનેશ પંડ્યા, નવીન ઝા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કંપનીના કર્મચારીઓમાં પારિવારિક ભાવના કેળવાય, કર્મચારીઓ સમય, શિસ્ત પાલન સાથે કાર્યશૈલીમાં પણ સ્પર્ધાત્મક ભાવના કેળવી શકે તે મુખ્ય ઉદેશ્ય છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers