Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કર્ણાટકમાં નોંધાયો ઝીકા વાયરસનો પહેલો કેસ

નવી દિલ્હી, કોરોનાની સમસ્યામાંથી હજુ માંડ બહાર જ આવ્યા છીએ કે ભારતમાં હવે એક નવા વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે. દેશના કર્ણાટક રાજ્યમાં ઝિકા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે.

આ કેસ નોંધવાના કારણે આરોગ્ય વિભાગ દોડતો થઈ ગયો છે તો બીજી તરફ તેના સામે શું પગલાં લેવી તેની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે.

કર્ણાટકમાં પાંચ વર્ષની બાળકીમાં ઝિકા વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ છે. રાજ્યના આરોગ્ય મંત્રી કે. સુધાકરે કહ્યું કે પાંચ વર્ષની બાળકીને ઝીકા વાયરસનો ચેપ લાગ્યો હોવાની માહિતી આપી હતી અને ત્યાર પછી તેને સાવચેતીનાં પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ઝિકા વાયરસનો આ પહેલો કેસ છે અને સરકાર સ્થિતિ પર કાળજીપૂર્વક નજર રાખી રહી છે. તેને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ સંપૂર્ણ રીતે તૈયાર છે. એડીઝ મચ્છરના કરડવાથી આ વાયરસ મનુષ્યમાં ફેલાય છે.

આ મચ્છર દિવસે વધુ સક્રિય હોય છે. ગર્ભવતી મહિલાઓ પર આ વાયરસનું વધુ જાેખમ છે. ઝીકા વાયરસથી માઈક્રોકેફેલી બીમારી થાય છે જેના કારણે બાળક નાના આકાર સાથે જન્મે છે અને તેના મગજનો યોગ્ય વિકાસ થતો નથી. જેના કારણે ગ્યૂલેન-બૈરે સિન્ડ્રોમ શરીરની તંત્રિકા તંત્ર પર હુમલો કરે છે જેના કારણે શારીરિક સમસ્યા સર્જાઈ શકે છે.

ઝીકા વાયરસના લક્ષણ ડેન્ગ્યૂ અને વાયરલના લક્ષણો જેવા જ હોય છે જેમ કે, તાવ, સાંધાનો દુખાવો, શરીર પર લાલ ચકામા, માથામાં દુખાવો અને આંખો લાલ થઈ જવી. ઝીકા વાયરસના સંક્રમણને રોકવા માટે વેક્સીનનું સંશોધન કરવામાં આવ્યું નથી.

ઝીકા વાયરસથી બચવા માટે મચ્છરો ના કરડે તેનું ધ્યાન રાખવું જાેઈએ. શરીર ઢંકાયેલું રહે તેવા કપડા પહેરો. ખુલ્લામાં સૂવું નહીં અને મચ્છરદાનીનો ઉપયોગ કરવો. ઘરની આસપાસ સાફ સફાઈ રાખવી. મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે પાણી ભરાય નહીં તેનું ધ્યાન રાખવું.

તાવ, ગળામાં ખરાશ, સાંધાનો દુખાવો, આંખ લાલ થઈ જવી. આ લક્ષણો જાેવા મળે તો તાત્કાલિક ડૉકટરનો સંપર્ક કરવો. આ પરિસ્થિતિમાં આરામ કરવો અને લિક્વિડ પદાર્થોનું વધુ સેવન કરવું. (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers