Western Times News

Gujarati News

વિમેન ટીમની સ્ટાર ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ ફોટોશૂટ કરાવ્યું

નવી દિલ્હી, ભારતીય મહિલા ટીમની ઓપનિંગ બેટ્‌સવિમેન સ્મૃતિ મંધાનાને નેશનલ ક્રશ તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકો તેની ક્રિકેટના રસિક જ નહીં પણ તેની સ્ટાઇલ, સાદગી અને સુંદરતાના પણ ફેન છે. ૨૬ વર્ષીય સ્મૃતિ આમ તો તેની રમતના કારણે ઘણી પોપ્યુલર છે, પરંતુ હાલમાં જ તેણે વોગ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવીને ફેન્સને ચોંકાવી દીધા છે.

ડિસેમ્બર મહિનાની કવર સ્ટોરીમાં આ સ્ટાર ક્રિકેટરની સ્ટાઇલ સ્ટેટમેન્ટના ફેન્સ વખાણ કરી રહ્યા છે. સ્મૂતિ મંધાનાનું જે ફોટોશૂટ સામે આવ્યું છે, તેમાં તેણે અલગ અલગ પ્રકારના આઉટફિટ્‌સ કૅરી કર્યા છે જેમાં બોડી પોર્શન બિલકુલ પણ રિવિલ નથી થઇ રહ્યા.

આ તસવીરમાં તેણે બ્લૂક કલરના ઓફ શોલ્ડર ગાઉનની સાથે વ્હાઇટ ટી-શર્ટ પહેરી છે. જ્યારે બીજાં લૂકમાં સ્મૃતિએ મિડ લેન્થ બ્લેક પ્લિટેડ સ્કર્ટ, પિંક એન્ડ બ્લેક શર્ટ અને ક્રોપ બ્લેઝર પહેર્યુ છે. સ્મૃતિએ પોતાના દરેક લૂકમાં ડિફરન્ટ ટચ આપવાની કોશિશ કરી હતી.

આ તસવીરમાં તેણે વ્હાઇટ શર્ટ અને ટાઇની સાથે સ્ટ્રેપલેસ ગાઉનમાં પોઝ આપ્યા છે. તેણે કહ્યું કે, તેની ઇચ્છા છે કે, મહિલાઓ વધુમાં વધુ સ્પોર્ટ્‌સ તરફ પોતાની રૂચિ દર્શાવે. આ લૂકમાં સ્મૃતિએ મિડ લેન્થ બ્લેક પ્લિટેડ સ્કર્ટ, પિંક એન્ડ બ્લેક શર્ટ અને ક્રોપ બ્લેઝર પહેર્યુ છે.

સ્મૃતિએ પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યું કે, તેને મહિલા અને પુરૂષ ક્રિકેટર્સની સરખામણી બિલકુલ પસંદ નથી. આ જ ખાસિયત તેના ફોટોશૂટમાં પણ જાેવા મળી રહી છે, જેમાં તેણે બંને જેન્ડરને રિપ્રેઝન્ટ કરતા આઉટફિટ્‌સને એકસાથે પહેર્યા છે.

વિન્ટર સિઝનમાં તમે પણ વ્હાઇટ શર્ટની સાથે રાઉન્ડ નેકલાઇન મલ્ટીકલર સ્વેટર ટ્રાય કરી શકો છો. સ્મૃતિનું ફેશન ફોટોશૂટ જ નહીં પણ તે કેઝ્‌યુઅલ આઉટફિટ્‌સમાં પણ એટલી જ પરફેક્ટ લાગે છે. નેવી બ્લૂ કલરની આ હૂડી સાથે રિપ્ડ જીન્સમાં તેનો સ્માર્ટ લૂક જાેવા મળી રહ્યો છે.

નો મેકઅપ લૂકની સાથે વાળને સિમ્પલ સ્ટાઇલ કરીને સ્મૃતિએ પોતાાન ફોટોશૂટથી એ મેસેજ આપવાની કોશિશ કરી છે કે, જે પ્રકારે મહિલાઓ દરેક પ્રકારના આઉટફિટ્‌સ કૅરી કરે છે, તે જ પ્રકારે દરેક ફિલ્ડમાં પોતાની જીતનો ઝંડો લહેરાવી શકે છે.

રિયલ લાઇફમાં સ્મૃતિ ઇન્ડિયન આઉટફિટ્‌સ ટ્રાય કરવાનો એક પણ મોકો નથી ચૂકતી. આ તસવીરમાં તેણે પિંક કલરની એમ્બ્રોયડરીથી સજાવેલા લહેંગા સાથે મિનિમલ મેખઅપ અને જ્વેલરીથી પોતાના લૂકને રાઉન્ડ ઓફ કર્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.