Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કાંકરીયા કાર્નિવલઃ ત્રણ વર્ષ બાદ ભવ્ય આયોજન

(એજન્સી) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ત્રણ વર્ષ બાદ કાકરીયા કાર્નિવલનું અયાોજન કરવામાં આવશે. આ કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા અલગ અલગ વિભાગોનેેે કાર્નિવલને લઈે તૈયારીઓ શરૂ કરવાની સુચના આપી દીધી છે. બે વર્ષ સુધી કોરોના વાયરસ અને ગયા વર્ષે રાજ્ય સરકારે તમામ કાર્યક્રમો રદ કરતા કાંકરીયા કાર્નિવલ યોજાયો નહોતો. જાે કે આ વર્ષે રપ થી ૩૧મી ડીસેમ્બર સુધી કાંકરીયા કાર્નિવલ યોજાશે.

કાંકરિયા કાર્નિવલ અને ફલાવર શોની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં કાંકરીયા કાર્નિવલની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દર વર્ષે ડીસેમ્બરના અંતિમ સપ્તાહમાં કાંકરીયા કાર્નિવલ યોજાય છે. પ્રથમ કાર્નિવલ યોજવામાં આવતા મોટી સંખ્યામાં લોકો હાજર રહે એવી શક્યતાઓ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers