Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વિજય રૂપાણીનું પંજાબ પ્રયાણઃમિશન લોકસભા સિધ્ધ કરવાની તૈયારી

(એજન્સી) અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થતાં જ હવે ભાજપે અન્ય રાજ્યોની આગામી ચૂંટણીઓ પર નજર દોડાવવાની શરૂ કરી દીધી છે. પંજાબમાં પૂરી તાકાતથી ભાજપ કમબેક કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ જીત બાદ હવે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે પંજાબ જઈ રહ્યા છે.

ભાજપે રૂપાણીનેેે લોકસભા મિશન ર૦ર૪ને સિધ્ધ કરવા માટે પંજાબના પ્રભારી બનાવ્યા છે. જેથી હવે ગુજરાતની જીત બાદ રૂપાણીનો કેમ્પ પંજાબમાં છે. આજેે જ રૂપાણી પંજાબના પ્રભારીનો ચાર્જ સંભાળશે. પંજાબમાં આમ આદમી પાર્ટીનેે હરાવવાના પડકાર સાથે પૂર્વ સીએમ વિજય રૂપાણીને પંજાબ પહોંચી રહ્યા છે.

થોડા સમય અગાઉ જ વિજય રૂપાણીને રાષ્ટ્રીય કક્ષાએ આ મોટી જવાબદારી આપવામાં આવી હતી. ભાજપે ૧પ રાજ્યમાં નવા પ્રભારીઓની નિમણુંક કરી દીધી છે. પંજાબમાં અત્યારે ‘આપ’નની સરકાર છે. આમ આદમી પાર્ટી શાસિત રાજ્યમાં વિજય રૂપાણી ભાજપનો બેઠો કરવાનું કામ કરશે. આ રાજ્યમાં ભાજપ માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ હોવા છતાં હાઈકમાન્ડે વિજય રૂપાણી પર ભરોસો રાખીને આ જવાબદારી તેમને સોંપી છે.

પંજાબમાં ચૂંટણીની હજી ચાર વર્ષની વાર છે. વિજય રૂપાણી પ્રભારી બનીને પંજાબમાં ભાજપને મજબુત કરવાનો પ્રયાસ કરશે. ભાજપ પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડશે. અહીં નગર નિગમ તેમજ પંચાયતની ચૂંટણીઓ આવી રહીછે. તેમાં તેઓ પક્ષની પ્રાથમિક તૈયારીઓ અગે પંજાબના ભાજપના નેતાઓ સાથે વિચારણા કરશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers