Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

નવનિયુકત મંત્રીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવી

ગાંધીનગર, રાજ્ય મંત્રીમંડળના નવનિયુકત મંત્રીશ્રીઓના કાર્યાલયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે ચાલીને મળવા ગયા અને શુભેચ્છાઓ પાઠવી છે. મંત્રીશ્રીઓને શુભેચ્છા પાઠવવા આવેલા શુભેચ્છકો-નાગરિકો સાથે મંત્રીશ્રીઓના કાર્યાલયના પરસાળમાં ઊભા રહી વાતચીત કરીને લાક્ષણિકતા પણ દર્શાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના આગવા સરળ-સહજ સ્વભાવથી ‘સૌના ભૂપેન્દ્રભાઇ’ બની રહ્યા છે.

તેમણે પોતાની આ સાહજિકતાનો એક વિશિષ્ટ પરિચય બીજીવાર મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યાના પ્રથમ દિવસે મંગળવારે સૌને કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળના સહયોગી નવનિયુકત મંત્રીઓના સ્વર્ણિમ સંકુલ-૧ અને સંકુલ-૨માં આવેલા કાર્યાલયોમાં સામે ચાલીને અચાનક જઇ પહોંચ્યા હતા અને મંત્રીશ્રીઓને પદભાર સંભાળવા અવસરે પ્રત્યક્ષ શુભકામનાઓ આપી હતી.

મંત્રીશ્રીઓને શુભેચ્છા પાઠવવા આવેલા શુભેચ્છકો-સામાન્ય નાગરિકો સાથે પણ મંત્રીઓના કાર્યાલયની પરસાળમાં જ ઉભા રહીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સામાન્ય વ્યક્તિ ‘કોમનમેન’ની જેમ સૌને મળ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આવી સાહજીકતાથી મંત્રીશ્રીઓ અને શુભેચ્છકો-નાગરિકોએ આનંદ સહ આશ્ચર્યની અનૂભુતિ કરી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers