Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં આધુનિક કાર્ડિયાક કેથલેબ યુનિટનું લોકાર્પણ કરાયું

(પ્રતિનિધિ)વલસાડ, વલસાડ જિલ્લાના ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદ રૂપ બનેલી વલસાડની કસ્તુરબા હોસ્પિટલના સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા ૪.૭૫ કરોડના ખર્ચે બાળકો સહિત હદય રોગના ગંભીર દર્દીઓ માટે કેથલેબ રિલાયન્સ આઇસીસીયુ માટે ફાઉન્ડેશન મારફત ૧.૫૦ કરોડનુ એઝ્‌યુરિન મોડેલ બ્રાન્ડ ન્યુ કેથલેબ સાથે ઇન્ટિગ્રેટેડ આઇવસ અને એફએફઆર સિસ્ટમના લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રિલાયન્સના સિની.એક્ઝિ. વાઇસ પ્રેસિડન્ટ એડમિનિસ્ટ્રેશન ગીરીશભાઇ વશીએ જણાવ્યું કે મારા વલસાડમાં અધ્યતન સુવિધાઓ મળી રહે તે માટે રિલાયન્સના ચેરમેન મુકેશભાઈ અંબાણીને દાન માટે વાતો કરી હતી. જાેકે તેમણે અપેક્ષા કરતાં વધુ

દાન નું એકઠું કરી આપ્યું હતું. આ પ્રસંગે કિરણભાઈ દેસાઈ જણાવ્યું કે હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ અને માં કાર્ડ ધરાવતા હૃદય રોગના દર્દીઓને સારવાર મળી રહે તે માટેની કાર્યવાહી કરી પૂર્ણ થતા આવા દર્દીઓને મફત સારવાર મળશે. વલસાડના સેવાભાવી અર્જુનભાઇ દેસાઇના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

આ પ્રસંગે કિશનભાઇ દેસાઇ, સંસ્થાના ઉપપ્રમુખ કિરણ દેસાઇ, ડો, સમીર દેસાઈ, અપૂર્વ દેસાઈ, ભાવેશ દેસાઈ, તબીબો, પાલિકા માજી પ્રમુખ સોનલબેન સોલંકી, હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.આ સાથે પારડી હોસ્પિટલના ડો.એમ. એમ.કુરેશીએ રૂ.પ લાખનું દાન સંસ્થાને અર્પણ કર્યું હતું. સંસ્થાએ તમામ મહાનુભાવોનું આભાર માન્યો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers