Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

૨ વર્ષની બાળકીને મમ્મી-પપ્પાએ ૧૦ લાખ ગિફ્ટમાં આપ્યા

નવી દિલ્હી, માણસ પોતાના પરિવાર અને બાળકોને બધું જ આપવા માગે છે, જે તેમની હેસિયત હોય છે. દરેક વ્યક્તિનું એક સ્તર હોય છે, જે મુજબ પોતાની બધી જ શક્તિ લગાવીને પરિવારને ખુશીઓ આપવા માગે છે, કોઈ સામાન્ય માણસ હોય તો, પોતાના બાળકોને સારા રમકડાં, કપડા અને ભણવા માટે સારી સુવિધાઓ આપી શકે, પણ જે લોકો અમીર હોય છે, તેમના બાળકો જન્મતાની સાથે જ લક્ઝૂરી હાઉસ, પર્સનલ વોર્ડરોબ અને બર્થ ડે પર ખર્ચ કરવા માટે લાખો રૂપિયા મળી જાય છે.

અમે આપને આવા જ એક બાળક વિશે વાત કરવા જઈ રહ્યા છે, જે જન્મતાની સાથે જ થોડા દિવસોમાં એટલા રૂપિયાની માલિક બની ગઈ છે, જે તમે આખી જિંદગીમાં પણ કમાઈ શકો નહીં. આ બાળકી બ્રિટન નહીં પણ દુનિયાના સૌથી ધનવાન બાળકોમા સામેલ થઈ છે. જેને આટલી નાની ઉંમરમાં જ ૧૦ લાખ રૂપિયાની બર્થ ડે ગિફ્ટ મળી છે, જે ઉંમરમાં તેને ગણતરી પણ નહીં આવડતી હોય.

બાળકીનું નામ રેબેકા કિંગ્સલે ઈનિરિ છે, જે પોતાના જન્મની સાથે જ આલિશાન લાઈફ જીવી રહી છે. તેને હાલમાં જ પોતાના બીજા જન્મદિવસ પર બેટરીથી ચાલતી ૬૦ હજારથી વધારે કિંમતની મર્સિડિઝ કાર ગિફ્ટમાં મળી છે.

આ ઉપરાંત ઈલેક્ટ્રિક સ્કૂટર, સાયકલ, પુસ્તકો અને રમકડાંથી પરિવારે આખું ઘર ભરી દીધું છે. તો વળી તેના પિતાએ દીકરીના બેન્ક અકાઉન્ટમાં ૧૦ લાખ રૂપિયાથી વધારેની રકમ જમા કરાવી દીધી છે. બાળકીના જન્મદિવસ પર ૪૫૦૦૦થી વધારે રૂપિયાનો ડિઝાઈનર ડ્રેસ અને ૨૪ હજાર ચપ્પલ આપ્યા છે.

આ ઉપરાંત તેના માટે શાનદાર પાર્ટીનું પણ આયોજન કર્યું હતું. રેબેકા ૩૭ વર્ષિયા કિંગ્સલે ઈનિરિ જાેર્જ અને ૨૬ વર્ષિય વેનેસાની દીકરી છે. તેના પિતા એફ્રોબીટ મ્યૂઝિશિયન છે અને તેમના જણાવ્યા અનુસાર, તેમની દીકરીને કાર ખૂબ જ ગમે છે.

ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર, પ્રથમ જન્મદિવસ પર બાળકીને આવી જ એક ઇર્ઙ્મઙ્મજ ઇર્અષ્ઠી કાર આપી હતી. બર્થ ડે પાર્ટીમાં બાળકોને ગેમ જીતવા પર આઈપેડ ગિફ્ટમાં આપ્યા હતા. રેબેકાના પિતાનું કહેવું છે કે, તેમની દીકરીનું નામ પોતાની માતાના નામ પર રાખ્યું છે. અને તેઓ તેમની દીકરીને એ બધું જ આપવા માગે છે, તે પોતાની માતાને આપી શક્યા નહીં.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers