Western Times News

Gujarati News

સાબરમતી રેલવે સ્ટેશન પર રિડેવલપમેન્ટ મોડલની  કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પ્રશંસા કરી

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના સાબરમતી રેલવે સ્ટેશનના પુનઃવિકાસની સુનિશ્ચિત કરવામાં આવ્યું. જેનું મોડલ સાબરમતી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર સ્થાપિત કરવામાં આવ્યું છે.

આજે, તારીખ 13 ડિસેમ્બર, 2022 ના રોજ, કેન્દ્રીય વિદ્યાલય સાબરમતીના 40-50 વિદ્યાર્થીઓ સાબરમતી રેલવે સ્ટેશનની મુલાકાત લેવા આવ્યા હતા, જેમાં તમામ વિદ્યાર્થીઓએ પુનઃવિકાસનું મોડેલ જોયું અને તેની ખૂબ પ્રશંસા કરી.

મુસાફરો માટે તમામ સુવિધાઓ જેવી કે ટિકિટિંગ, માટે જગ્યા, હેલ્પ ડેસ્ક, માહિતી મથક, ક્લોક રૂમ, બેબી ચેન્જિંગ રૂમ, વીઆઈપી રૂમ/ લાઉન્જ, રેલવે ઓફિસ, ટીટી રિટાયરિંગ રૂમ, પ્રવાસી માહિતી વગેરે પૂરી પાડવામાં આવશે સાબરમતી (ધર્મનગર) અને સાબરમતી (રાણીપ) બંને સ્ટેશનો પર રોડ, ડ્રોપ-ઓફ,

પિક-અપ, પાર્કિંગ, બેન્ચ, સાઇનેજ, લાઇટિંગ, સાઇટ ડ્રેનેજ અને લેન્ડસ્કેપિંગ વગેરે સહિતનો બાહ્ય વિકાસ પૂરો પાડવામાં આવશે સાબરમતી સ્ટેશનની આસપાસના તમામ ટ્રાન્સપોર્ટ મોડ્સને એકીકૃત કરવા માટે સ્ટેશનનો એજ રીતે પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે.

કે અહીંયા સ્કાઈવોકના માધ્યમથી એનએચએસઆરસીએલ સ્ટેશન હબ અને સાબરમતી અને એઈસી મેટ્રો, બીઆરટીએસ, એએમટીએસ  સાથે જોડાયેલ હશે. આ પરિવહનના તમામ માધ્યમોનો ઉપયોગ મુસાફરો માટે તે અનુકૂળ આદાનપ્રદાન કરતા છે.

સાબરમતી રેલવે સ્ટેશનને વિશ્વ કક્ષાના એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ યુક્ત બનાવવામાં આવશે તે જોઈને તમામ વિદ્યાર્થીઓ અભિભૂત થઈ ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.