Western Times News

Gujarati News

લુપ્ત થતાં પ્રાણીઓ અને પક્ષીઓનું ઘર માઉન્ટ આબુ અભયારણ્ય

આ અભયારણ્ય પક્ષીપ્રેમીઓ માટે ખાસ છે, કારણ કે અહીં પક્ષીઓની આશરે રપ૦ કરતાં પણ વધારે પ્રજાતિઓ જાેવા મળે છે, જે આ અભ્યારણ્યને સુંદર બનાવે છે રાજસ્થાનમાં માઉન્ટ આબુની પાસે માઉન્ટ આબુ સેન્કચ્યુઅરી આવેલી છે. આપણામાંથી ઘણાબધા લોકો આ અભ્યારણ્યથી અપરિચિત છે. ગુજરાતની સૌથી નજીકમાં આવેલા માઉન્ટ આબુ હિલ સ્ટેશનની મુલાકાત અનેક લોકો લઈ ચુકયા હશે પરંતુ માઉન્ટ આબુ અભયારણ્યમાં અનોખું છે.

માઉન્ટ આબુ જાવ ત્યારે આ અભયારણ્યની મુલાકાત લેવાનું ન ભુલતાં. માઉન્ટ આબુમાં આવતા પ્રવાસીઓ દ્વારા વનસ્પતિ અને અહીં વસવાટ કરતા પ્રાણીઓને નુકસાન ન થાય, તેઓ સુરક્ષિત રહી શકે એ હેતુથી માઉન્ટ આબુ સેન્કચ્યુરીની સ્થાપના કરવામાં આવી હતી. ૧૯૬૦માં સરકાર દ્વારા તેને માઉન્ટ આબુ અભયારણ્ય નામ આપવામાં આવ્યું હતું.

માઉન્ટ આબુ વન્યજીવન અભયારણ્ય ર૮૮ કિલોમીટર સુધી વિસ્તરેલું છે. જે ગુરુ શિખરમાં ૩૦૦ મીટરથી લઈને ૧૭ર મીટર ઉંચા અનેક પર્વતોને પાર કરે છે. ગુરુ શિખરને અરાવલી પર્વતનું સૌથી ઉંચામાં ઉચુ શિખર માનવામાં આવે છે. આ અભયારણ્યમાં પર્વતોને કારણે કુદરતી રીતે જ બનેલી અનેક ગુફાઓ જાેવા મળે છે. આ ઉપરાંત મનને ખુશ કરી દે એવા ખળખળ વહેતાં પાણીના ઝરણાં પણ સરસ છે. પર્વતો અને ગીચ વૃક્ષોથી ઘેરાયેલા આ અભયારણ્યમાં લુપ્ત થઈ રહેલા અનેક પ્રાણીઓની પ્રજાતિઓ જાેવા મળે છે. એમાં શિયાળ, ઝરખ, રીંછ, વગેરે જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. અભયારણ્યમાં એવા સિંહ પણ જાેવા મળે છે જે છેલ્લે ૧૯૭૦માં જાેવા મળ્યા હતા.

આ ઉપરાંત જંગલી બિલાડી, વરુ, શિયાળ, જંગલી સુવર, ગેંડા, હરણ, હાથી, સાબર, નીલગાય, સસલાં, સ્લોથબિઅર અને જંગલી મરઘાં વગેરે જાેવા મળે છે. આ અભ્યારણ્ય રીંછ માટે આદર્શ વાતાવરણ પુરું પાડે છે તેથી રીંછ પણ આ અભયારણ્યમાં વસવાટ કરે છે. આ અભયારણ્ય પક્ષીપ્રેમીઓ માટે ખાસ છે, કારણ કે અહીં પક્ષીઓની આશરે રપ૦ કરતા પણ વધારે પ્રજાતિઓ જાેવા મળે છે. જે આ અભ્યારણ્યને વધારે સુંદર બનાવે છે.

માઉન્ટ આબુ અભયારણ્યમાં ગીચ વૃક્ષો આવેલા છે. નવાઈની વાત તો એ છે કે આ જંગલમાં એવા ઘણા ઝાડ છે જેનો ઉપયોગ ઔષધીઓમાં કરી શકાય તેમ છે. આ અભયારણ્યમાં વૃક્ષોની આશરે ૮૧ પ્રકારની પ્રજાતિઓ ૮૯ પ્રકારના વેલા અને ૧૭ પ્રકારના જાતજાતના છોડ જાેવા મળે છે. એ જંગલમાં જંગલી ગુલાબીન ત્રણ પ્રજાતિઓ અને ફોસ્ફરસ તથા બ્રાયોફાઈટસ અને શેવાળની ૧૬ પ્રજાતિઓ જાેવા મળે છે.

માઉન્ટ આબુ અભયારણ્યના દક્ષિણ પશ્ચિમી ભાગમાં વાંસીના જંગલ વિપુલ પ્રમાણમાં આવેલાં છે. માઉન્ટ આબુ અભયારણ્યમાં તમે જીપ સફારીની મદદથી આખા અભયારણ્યમાં સારી રીતે ફરી શકો છો. આ અભયારણ્ય ૩૬પ દિવસ એટલે કે બારેમાસ પ્રવાસીઓ માટે ખુલ્લું હોય છે. એનો સમય સવારે નવથી સાંજે સાડા પાંચ વાગ્યા સુધીનો છે. આ અભયારણ્યમાં જવાનો સૌથી ઉત્તમ સમય ઠંડીની ઋતુ છે.

આ ઋતુ દરમિયાન ટ્રેકિંગની ભરપુર મજા માણી શકો છો. ઓકટોબરથી લઈને માર્ચ મહિના વચ્ચેનો સમયગાળો માઉન્ટ આબુ અભયારણ્યની મુલાકાત માટેનો આદર્શ સમય માનવામાં આવે છે. આ સમય દરમિયાન વાતાવરણ પણ બહુ સરસ હોય છે જેથી અભયારણ્યની મુલાકાત લેવી યોગ્ય છે. કારણ કે આ સમયગાળામાં રાજસ્થાનમાં વધારે પડતી ગરમી પડે છે અને અસર અભયારણ્યમાં પણ જાેવા મળે છે તેથી ગરમીમાં માઉન્ટ આબુ અભયારણ્યની મુલાકાત લેવાનું ટાળવું જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.