Western Times News

Gujarati News

હૃદયની તકલીફમાં લાભદાયકઃ સીતાફળ

જેનું મન હૃદય નબળું થઈ ગયું હોય હૃદયના ધબકારા વધી જતા હોય, હૃદયમાં ગભરામણ થતી હોય, હૃદયની માંસપેશીઓ શિથિલ થઈ ગઈ હોય તેમના માટે સીતાફળ ફાયદાકારક છે. સીતાફળ શીતળ, પિત્તશામક, તૃષાશામક અને ઊલટી બંધ કરનાર છે. સીતાફળ સ્વાદમાં મીઠાં અને પૌષ્ટિક છે.
દોષ : સીતાફળ કફ કરનાર છે. સીતાફળ ખૂબ જ ઠંડાં છે અને વધુ પડતાં ખાવામાં આવે તો શરદી કરે છે. તેના આ ગુણને લીધે જ તેનું નામ સીતફળ પડ્યું હશે અને પાછળથી સીતાફળ બની ગયું હશે.

આહાર વખતે લેવાની કાળજીઓ
(૧) વધારે પ્રમાણમાં સીતાફળ ખાવાથી ઠંડી લાગીને તાવ આવે છે. સીતાફળ શીતલ હોવાથી પિત્તને મટાડે છે, પરંતુ વધુ ખવાય તો બીમાર પડાય છે.
(૨) જઠરાગ્નિ મંદ હોય, શરદી હોય ને બેઠાડુ જીવન હોય તેમણે સીતાફલનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જાેઈએ. જાે પચે નહીં તો સીતાફળ લાભને બદલે નુકસાન કરે છે.
ઔષધીય ગુણ
(૧) પાકેલાં સીતાફળ ઝાકળમાં, ખુલ્લામાં મૂકી સવારે ખાવાથી પિત્તનો દાહ-પિત્તની બળતરા શમે છે.
(૨) સીતાફળનાં મૂળ પાણીમાં ઘસીને પીવાથી બંધ થયેલો પેશાબ છૂટે છે.
(૩) કાચાં સીતાફળનું ચૂર્ણ અથવા તેનાં બીનું ચૂર્ણ રાત્રે ઊંઘતી વેળાએ માથાના વાળમાં ભરી, ઉપર કપડું બાંધવાથી માથાના વાળમાં પડેલી જૂ અને લીખો મરી જાય છે.
(૪) સીતાફળનાં કાચાં ફળ અતિસાર અને મરડામાં ઉપયોગી છે.
(૫) પાકાં સીતાફલની છાલમાં જખમ રૂઝવવાનો અને કીટાણુઓનો નાશ કરવાનો ગુણ રહેલો છે. તેનાં પાન વાટીને ગૂમડાં પર બંધાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.