Western Times News

Gujarati News

પાલતુ બિલાડીના કરડવાથી ૩૩ વર્ષીય વ્યક્તિનું મોત

નવી દિલ્હી, ઘરમાં પાળતુ પ્રાણી રાખવું ઘણા લોકોનો શોખ છે. આમાં, લોકો જે પ્રાણીઓને વધુ રાખે છે, તેમાં કૂતરા અને બિલાડીઓનો સમાવેશ થાય છે.

ઘણીવાર તમે જાેયું હશે કે લોકો રમતા રમતા આ પ્રાણીઓના મોઢામાં હાથ નાખવા લાગે છે, પરંતુ આજે અમે તમને જે ઘટના જણાવવા જઈ રહ્યા છીએ તે પછી તમે કૂતરા સિવાય બિલાડીઓ સાથે આવી મજાક નહીં કરો. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે પાળેલા પ્રાણીઓનું સમયસર રસીકરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

૩૩ વર્ષીય હેનરિચને તેના ઘરમાં ઉછરેલી બિલાડીઓમાંથી એક બિલાડીએ બાઈટ કર્યું હતું, પરંતુ તેને ખબર નહોતી કે આ તેના મૃત્યુનું કારણ બનશે. ૧૫ ઓપરેશન પછી પણ તેઓ તેને દર્દનાક મૃત્યુથી બચાવી શક્યા નથી. ડેઈલી મેલના અહેવાલ મુજબ, તેમને એક મહિના સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું, ત્યારબાદ તેમનું મૃત્યુ થયું.

ડેનમાર્કના રહેવાસી હેનરિક ક્રિગબૌમ પ્લેટનરએ વર્ષ ૨૦૧૮માં એક બિલાડી અને તેના બાળકોને દત્તક લીધા હતા. તે તેમને પોતાની સાથે શિફ્ટ કરવા લઈ જતો હતો ત્યારે તેમાંથી એકે તેની આંગળી કરડી હતી. હેનરિચ તેને મજાક તરીકે લઈ રહ્યો હતો, પરંતુ થોડી જ વારમાં તેનો હાથ એટલો ફૂલી ગયો કે તે હોસ્પિટલ પહોંચી ગયો. ડૉક્ટરોએ તેને દાખલ કર્યો અને તે એક મહિના સુધી ત્યાં રહ્યો.

આ દરમિયાન તેના ૧૫ ઓપરેશન થયા, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. ઘટનાના ૪ મહિના પછી પણ તેની આંગળી બરાબર કામ કરી રહી ન હતી, ત્યારબાદ ડોક્ટરોએ આંગળીનો એક ભાગ કાપી નાખવાનો ર્નિણય કર્યો. આંગળી કાપ્યા પછી પણ હેનરિકને રાહત ન મળી.

તેની માતાના કહેવા પ્રમાણે, આ ઘટનાને કારણે હેનરિચની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. તેમને ન્યુમોનિયા, સંધિવા અને ડાયાબિટીસ થયો અને આખરે આ વર્ષે ઓક્ટોબરમાં હેનરિચનું અવસાન થયું. ખરેખર, બિલાડીના ડંખને કારણે, તેને માંસ ખાતા બેક્ટેરિયાનો ચેપ લાગ્યો હતો.

હેનરિચની પત્નીના કહેવા પ્રમાણે, તેના પતિનું મોત તડપી તડપીને થયું, આવી સ્થિતિમાં બિલાડીના કરડવાની ઘટનાને કોઈએ હળવાશથી ન લેવી જાેઈએ, તે જીવલેણ બની શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.