Western Times News

Gujarati News

જે બાપ પુત્રને શીખવાડે કે ઝૂકવાનું નહિ, તે મોટો થઈને બાપને ઝુકાવેઃ પારસ પાંધી

વલસાડ,  વલસાડ, વલસાડની સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં “સરસ્વતી મહોત્સવ ખુશીઓ કી લહેર ૨૦૨૨ -૨૩” નો બે દિવસીય વાર્ષિકોત્સવ ધામધુમાંથી ઉજવાયો હતો. આ મહોત્સવમાં મોટીવેશનલ સ્પીકર પારસ પાંધીએ પોતાનાં વક્તવ્યમાં “જે બાપ પુત્રને શીખવાડે કે ઝૂકવાનું નહિં, તે મોટો થઈને બાપને નકાર્યું, ધ્યાન રાખજાે”

એમ કહી બાળકોને નમ્ર બનાવવાં કહ્યું હતું. વલસાડના અબ્રામામાં આવેલી નામાંકિત સારસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલનો વાર્ષિકોત્સવ તા. ૧૪ અનેં ૧૫.૧૨.૨૨ ના રોજ સાંજે ૫ઃ૦૦ કલાકે યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલાં વલસાડનાં ડો. દેવાંગ દેસાઈએ ઉપસ્થિતોને હેલ્થ સારી રાખવા સમજણ આપી હતી.

ઉપરાંત ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા ઇન્ફોસીસના ડિજિટલ સ્પેશિયાલિસ્ટ એન્જિનિયર પ્રબજત સિંઘ ભોગલ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીની એવી ડેન્ટલ સર્જન ખુશી પટેલે તેમની કારકિર્દીમાં શાળાનો મહત્વનો રોલ હોવાનું જણાવી આભાર માન્યો હતો. શાળાના આચાર્ય સુરેખા સૈનીએ શાળાની વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાનની સિદ્ધિઓ જણાવતા કહ્યું હતું

કે સ્કૂલને એજ્યુકેશન વર્લ્ડ સંસ્થા દ્વારા આયોજિત સ્પર્ધામાં કેમ્પસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુજરાતમાં નંબર વન રેન્ક મળ્યો હતો. ઉપરાંત પાણી, વેસ્ટ મેનેજમેન્ટ, સ્વચ્છતા સહિતની વ્યવસ્થાઓ માટે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા આયોજિંત સ્પર્ધામાં સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર શાળાને પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત સીબીએસસી દ્વારા આયોજિત ફિટ ઇન્ડિયા ક્વિઝ કોમ્પિટિશનમાં ગુજરાતની ૧૬ સ્કૂલ પાર્ટિસિપેટ કર્યું હતું.

જેમાં શાળાના હર્ષ ચોકસી અને ઉજ્જવલ રસ્તોગીએ સેકન્ડ રનર્સ અપ બન્યા હતા. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ઘર ઘર તિરંગા કાર્યક્રમ દરમિયાન નિબંધ સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીની નીશી તંબોલી તૃતીય ક્રમે આવી હતી.

આ કાર્યક્રમમાં જાણીતાં મોટીવેશનલ સ્પીકર પારસ પાંધીએ કોઈ પણ દિવસ પોતાના છોકરાની તુલના બીજા છોકરા સાથે કરવી નહી. તેની ખૂબ જ અવળી અસર પડતી હોય છે. સંગતનો બહુ પ્રભાવ હોય છે. અત્યારે સંગત એટલે મોબાઈલની સંગત. એના જેટલો મોટો કોઈ દુશ્મન નથી.

શોર્ટકટથી ક્યારેય સફળતા મળશે નહિ. સફળતાં મેળવવી હોય તો સખત પરિશ્રમ કરવો જ પડશે. જે બાપ પુત્રને શીખવાડે કે ઝૂકવાનું નહિ, તે મોટો થઈને બાપને ઝુકાવે ધ્યાન રાખજાે એમ કહી પોતાના બાળકોને વડીલોનો આદર કરવાના સંસ્કાર આપવા કહ્યું હતું.

આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે ગુજરાતના જાણીતા દિવ્યાંગ ડાન્સર કમલેશ પટેલ સ્ટેજ ઉપર ડાન્સ પર્ફોર્મ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ મોક્ષા સોલંકી, પ્રીત ભાનુશાલી, વૈભવ નાકરાણી અને ગુનદિપસિંગ ચઢ્ઢાએ ખૂબ જ સરસ રીતે કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્કૂલના તમામ સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.