Western Times News

Gujarati News

રાજપારડી ગામે ગટર પહોળી બનાવવાની કામગીરી

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાનું રાજપારડી નગર મોટુ વેપારી મથક છે.નગરમાં ઘરોના વપરાશ ના તેમજ વરસાદી પાણીના નિકાલ માટે ગટરો બનાવેલી છે.આ ગટરોમાં કેટલીક જગ્યાએ પાઈપ લાઈન માં કાદવ જામ થઇને પાણી ભરાઇ રહેતુ હોવાની સમસ્યા જણાતી હતી,ત્યારે તાજેતરમાં ગ્રામપંચાયત દ્વારા મોટી પાઇપો નાંખવાની કામગીરી શરુ કરવામાં આવી છે.હાલમાં મોચી ફળીયા થી લઈને પંચાયત ઓફિસ સુધીના રસ્તા પર પાણી ભરાતુ હતુ તેના કાયમી નિકાલ માટે મોટી પાઇપલાઇન નાંખવાની કામગીરી શરૂ કરાતા પાણી ભરાવાની સમસ્યા થી છુટકારો મળશે એમ જણાવવામાં આવ્યુ છે.આવી પાઈપ લાઈનો નું પાણી કોતરડીમાં વિના વિઘ્ને વહી જાય તેમાટે પંચાયત દ્વારા આ પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી શરૂ કરવામાં આવી છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.