Western Times News

Gujarati News

શિયાળાની કડકડતી ઠંડીમાં શરીરને ગરમાટો આપતા આહાર

શિયાળાની કડકડતી ઠંડીમાં શરીરને ગરમાટો આપવા માટે યોગ્ય આહાર લેવો જરૂરી છે.

ગોળ : શિયાળામાં શરદી- ઉધરસની તકલીફ વધી જતી હોય છે. ગોળ શરીરને ગરમાટો આપે છે, તેથી જ વધુ પડતા ઠંડા પ્રદેશોમાં ગોળનો કાઢો પીવાનું સામાન્ય છછે. શિયાળામાં રોજ જમવા સાથે ગોળ ખાવાથી પણ ફાયદો થાય છે.
હળદર : શિયાળામાં હળદરને ઔષધી તરીકે લેવામાં આવે છે. હળદર એન્ટિબાયોટિક તરીકે પણ કામ કરે છે. તેથીશિયાળામાં શક્ય હોય તેટલો હળદરનો ઉપયોગ વધુ કરવો.
લસણ : લસણ એક ઉત્તમ એન્ટીબાયોટિક હોવાની સાથેસાથે શરદી-ઉધરસ માટે ઔષધી સમાન પુરવાર થઈ છે. ઠંડીના દિવસોમાં લસણની ચટણી તેમજ શાક-દાળમાં ઉપયોગ કરી શકાય છે. ઘણા લોકો રોટલી સાથે લસણની સાંતળેલી કળીઓ ખાતા હોય છે. શિયાળામાં તાજુ લીલુ લસણ મળતું હોય છે જેને શાકમાં અથવા તો ચટણીમાં સામેલ કરવાથી સ્વાદ વધવાની સાથેસાથે શરીરને ગરમાટો પણ આપે છે.

મેથી : મેથીના દાણાથી બનાવામાં આવતા લાડુનું સેવન શિયાળામાં ખાસ કરીને લોકો ખાતા હોય છે. તે શરીરમાં ગરમાટો રાખવા માટે જાણીતું છે તેમજ મેથીનું શાક પણ આ દિવસોમાં વધારે પ્રમાણમાં કરવું જાેઈએ.
સુકા મેવા : સુકા મેવાનું સેવન શિયાળામાં કરવું વધુ ફાયદાકારક છે. તે ઠંડીથી રક્ષણ આપે છે. સુકામેવા સાથે ગોળ અને ઘી ભેળવીને પાક અથવા તો લાડુ બનાવીને ખાવાથી વધુ ગુણકારી છે.

મધ : મધનું સેવન સામાન્ય રીતે પણ લાભદાયી હોય છે. ઠંડીના દિવસોમાં મધનું સેવન વધુ લાભદાયી છે. ગરમ પાણી સાથે મધ ભેળવીને પીવાથી શરીરમાં સ્ફૂર્તિ લાવે છે.
મરી : શિયાળામાં રોજિંદા આહારમાં મરીને સામેલ કરવા જાેઈએ. સુપ, સલાડ, ફણગાવેલા કઠોળ સાથે ભેળવીને ખાવા અથવા તો લાલ મરચાના સ્થાને આહારમાં સામેલ કરવા.
આદુ : આદુનું સેવન આ ઋતુમાં શરીરમાં ગરમી લાવવાની સાથે સાથે ઈમ્યુનિટી વધારે છે. દાળ, શાક, સૂપ વગેરેમાં આદુને સામેલ કરવું ચટણીમાં પણ આદુ નાખવાથી સ્વાદિષ્ટ થવાની સાથેસાથે ગુણકારી છે.

તુલસી-આદુ : તુલસી અને આદુ નાખેલી ચા શિયાળામાં અવશ્ય પીવી જાેઈએ. દેસી ઘી : ઘીના સેવનથી કેલરી વધે છે તેવું સામાન્ય રીતે માનવામાં આવતું હોય છે. જાેકે શિયાળામાં દેસી ઘીનું સેવન કરવાથી શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. તજ ઃ તજ શરીરના મેટાબોલિઝમને વધારે છે. શિયાળામાં તજનું સેવન ગરમાટો લાવે છે તેથી શિયાળામાં ભોજનમાં તજનો સમાવેશ કરવો જાેઈએ. તલ : તલ વિભિન્ન વિકારોને ઠીક કરવામાં મદદરૂપ છે. તલશરીરને ગરમી આપે છે, તેથી જ સંક્રાતમાં તલના લાડુ અથવા ચીકી ખાવામાં આવતી હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.