લગ્નસીઝનમાં અવનવા પરિધાન
હવે લગ્નની સિઝનની શરૂઆત થઈ ગઈ છે. યુવતીઓને લગ્ન સમયે હંમેશા મુંઝવતો પ્રશ્ર લગ્ન વખતે કેવા પ્રકારના આઉટફીટ પહેરવા અને બધા કરતા કેવી રીતે અલગ દેખાવું તે રહેતો હોય છે. લગ્નના પ્રસંગો ઉજવણી હવે ખાસ કરીને ચાર કે પાંચ દિવસની રાખવામાં આવે છે. તેવામાં યુવતીઓએ કયા પ્રસંગને અનુરૂપ કેવા પ્રકારના આઉટફિટની પસંદગી કરવી તે તેમને હંમેશા મુશ્કેલી રહે છે. હાલમાં તો યુવતીઓ પોતાની લગ્નની ખરીદીમાં વ્યસ્ત હશે. હવે લગ્ન પ્રસંગે પહેરાતા આઉટફિટમાં પણ એટલી બધી અલગ અલગ ફેશન અને સ્ટાઈલ જાેવા મળે છે કે યુવતીઓ વિચારતી થઈ જાય છે તેમને સમજાતું નથી કે શું ખરીદવું અને શું પહેરવું. ફેશનની સ્પર્ધામાં પોતાને બધા કરતા અલગ કઈ રીતે દેખાડી શકે તે તેને સૌથી વધારે મુંઝવી દે છે. કલર અને ડિઝાઈન પણ એટલા બધા જાેવા મળે છે કે દરેક આઉટફિટ સુંદર અને આકર્ષક જ લાગે છે.
જાેકે આ વખતે લગ્ન સિઝનમાં નવવધૂ અને અન્ય યુવતીઓ માટે ફેશનનો ટ્રેન્ડ થોડો બદલાયો છે ફેશન ડિઝાઈનર તિથી પાઠક કહે છે કે ડ્રેસીસમાં આ વખતે મોટાભાગે દરેક પ્રકારના ખાટ વર્કનો ઉપયોગ કરવામાં આવ્યો હોય અને ડિઝાઈન સિમ્પલ અને યુનિક હોય તેને યુવતીઓ પહેલા પસંદ કરે છે. તે સિવાય અલગ અલગ પ્રકારના કટ્સ અને ડ્રેપિંગ સ્ટાઈલ સાથેના ફલોર લેન્થ ગ્રોનની ડિમાન્ડ છે. હાલમાં કટ્સની ફેશન વધારે ચાલી રહી છે તો તેમાં પણ લોકો કટ્સમાં હેવી બોર્ડર મુકાવવાનું પસંદ કરે છે. આ બોર્ડર એમ્બ્રોડરી વર્કની હોય છે અથવા ડ્રેસના કલર કરતા કોન્ટ્રાસ્ટ હેવી વર્કવાળી બોર્ડર પસંદ કરે છે. ઉપરાંત અન્ય વિધિના પ્રસંગે ખાસ કરીને ચંદેરી સિલ્કના સ્કર્ટ અને ઉપર સિલ્કના ક્રોપ ટોપ્સ અને પેપલમ ટોપ્સ પણ પસંદ કરવામાં આવી રહ્યા છે. ક્રોપ ટોપ અને પેપલમ ટોપમાં એમ્બ્રોડરી વર્ક કરવામાં આવે છે જેના કારણે તે રીચ લૂક મેળવી શકે. આ આઉટફીટ પર લાઈટ જ્વેલરી પહેરીને અલગ લુક મેળવી શકાય. તેનાથી ઈન્ડો વેસ્ટર્ન લુક મળી રહે છે જે હાલમાં યુવતીઓને વધારે ગમે છે.
ગયા વર્ષે નવવધૂના આઉટફીટમાં ડબલ કલરનો ટ્રેન્ડ વધારે જાેવા મળ્યો હતો. જેમાં કોન્ટ્રાસ્ટ કલરના બ્લાઉઝીસ અને દુપટ્ટા હતા. આ વર્ષે ટ્રેન્ડ ફરી બદલાયો છે અને ફકત એક જ કલરના નવવધૂના આઉટફીટ પસંદ કરવામાં આવી રહ્યા છે જાેકે તેમાં આપણુ વર્ષો જુનું એમ્બ્રોડરી વર્ક આજે પણ લોકપ્રિય છે. જાેકે તેમાં ડિઝાઈનમાં નવો ચેન્જ જાેવા મળ્યો છે. જે રીતે સિલ્કની સાડી પર જાન જતી હોય છે નવવધૂનું કે પછી લગ્ન પ્રસંગના ચિત્રોને દોરવામાં આવતા હતા તે હવે તમને નવવધૂના ઘાઘરામાં જાેવા મળશે. અનેક પ્રકારની નિતનવી ડિઝાઈન અને અદભુત કલા કારીગરી તમને એમ્બોડરી વર્કમાં જાેવા મળશે તે સિવાય ડાયમંડથી તેને થોડો સ્માર્ટ લૂક આપી વધારે હેવી બનાવવાનો પણ પ્રયત્ન કરાયો છે.
દુલ્હન માટે અન્ય ફંકશનમાં પહેરી શકાય તેવા અનેક ઓપ્શન છે જેમાં જેકેટ્સની સાથે કૂર્તી અને સ્કર્ટ, ક્રોપ ચોલીની સાથે પ્લેઈન હાઈ વેસ્ટ લહેંગા અને લાઈન ગાઉન્સની સાથે કેપ સ્લીવ્સ ટો. તે સિવાય ઓફ શોલ્ડર ગાઉન પણ આ વખતે ટ્રેન્ડમાં છે.
આ અંગે બોલિવૂડની ફેશનિષ્ટા ગણાતી સોનમ કપૂર યુવતીઓને કેટલીક ટિપ્સ આપી રહી છે, તે ખાસ જણાવે છે કે, લગ્ન વખતે તમે કેવા કપડા પહેર્યાં છે તેના કરતા કઈ રીતે પહેર્યાં છે તે વધારે મહત્વનું છે. હું તમને અહીં કોઈ ખાસ કલર કે ડિઝાઈન પ્રમાણે કેવા કપડાં પહેરવા તે કહેવા માગતી નથી પરંતુ તમારા જ ખાસ પ્રસંગમાં તમારે કેવા પ્રકારના આઉટફિટ પહેરવા જાેઈએ તે વિશે ખાસ જણાવીશ. જાે તમે કોઈ દુપટ્ટો કે સાડી પહેરવાના હો તો તમારે તેના માટે ખાસ ધ્યાન રાખવું પડશે. તમે ભારતીય ડ્રેસમાં ખરેખર સુંદર જ લાગશો. હું પોતે પણ ભારતીય લગ્નપ્રસંગે સાડીને ખાસ મહત્વ આપું છું અને પોતાને સાડીમાં જ પરફેકટ ફીલ કરું છું.
તે સિવાય મહેંદી, સંગીત જેવા પ્રસંગે પણ તમે સાડી કે લહેંગા ચોલીને પહેરી શકો છો. હવે તો ઈન્ડો વેસ્ટર્ન લૂક યુવતીઓને વધારે ગમે છે. જેમાં વધારે હેવી જ્વેલરી પહેરવા કરતા લાઈટ અને સિમ્પલ તમને અલગ અને એકિસલન્ટ લૂક આપશે. આપણે સૌ જાણીએ છીએ કે ફેશનમાં સૌથી વધારે અખતરા કરવા માટે સોનમ લોકપ્રિય છે પરંતુ જયારે લગ્નની વાત આવે છે તે હંમેશા ભારતીય પોશાકને જ વધારે મહત્વ આપે છે.
તેમનું પોતાનું માનવું છે કે તેનાથી સુંદર કઈ હોઈ જ ન શકે. સોનમ પોતે ટ્રેડિશનલ જ્વેલરી, આઉટફીટ અને ટ્રેડિશનલ કલરની દિવાની છે. તે ઈન્ડિયન ગાઉન જે પહેરવામાં આવે છે તેને પસંદ કરતી નથી. જે હાલમાં વધારે પ્રમાણમાં યુવતીઓ પહેરવાના પસંદ કરતી જાેવા મળે છે. સોનમ માને છેકે ભારતમાં બેસ્ટ ડિઝાઈનર્સ છે તે યુવતીઓને ખાસ જણાવે છે કે ટ્રેડિશનલ ડ્રેસ સાથે જાેડાયેલા રહો અને સાથે જ જુદી જુદી એકસેસરીઝની પસંદગી કરવાના બદલે કલાસિક વસ્તુઓને પસંદ કરો.