Western Times News

Gujarati News

યુવાનોમાં લાગણીઓનો અભાવ માનસિક વિકૃતિને જન્મ આપે છે

આજના સોશિયલ મીડિયા પર વિવિધ બાબતોને લઈને ક્યાંક ને ક્યાંક કોઈ મુદ્દે ચર્ચા ચાલતી હોય છે. દિલ્હીમાં શ્રધ્ધા નામની એક યુવતીના પ્રેમી આફતાબ નામના પ્રેમીએ હત્યા કરીને તેના મૃતદેહોના ૩પ ટુકડા કરીને જંગલમાં ફેંકી દેવાની જધન્ય ઘટનાનો પડઘો દેશ આખામાં પડી રહ્યો છે. સમાજમાં એ ક્રૂર ઘટનાને લઈને મોટાભાગના લોકો છોકરાની ભુલને બદલે કોઈને કોઈ ઈજજતના બહાને બધી છોકરીઓને નિશાન બનાવી રહ્યા છે, તો કોઈ પોતાની માનસીક હતાશા બહાર કાઢી રહ્યા છે.

પણ સંવેદનશીલતાથી કોઈ વિચારતું નથી છોકરીઓને ઘરોમાં બંધ કરવાની વળી પાછી સોશ્યલ મીડિયામાં ઝુંબશ ફરી થઈ છે. ધર્મ, સંસ્કાર, પરિવાર, સમાજની ચિંતા કરનારાઓ ફરી સક્રિય થયા છે. થોડા સમય પહેલા ગુજરાતના સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાનું ધોળા દિવસે ગળુ કાપીને હત્યા કરી ત્યારે પણ આવા જ સવાલો થયા હતા, પરંતુ થોડાક સમય બાદ એ ઘટના ભુલાઈ ગઈ અને હવે શ્રધ્ધાની હત્યાના પગલે એવી ચર્ચા શરૂ થઈ છે.

એક વ્યક્તિને કદાચ ખબર ન હોય કે તેણે કોની સાથે રહેવું છે, પરંતુ તેને એ સારી રીતે જાણવું જાેઈએ કે તેણે કોની સાથે ન રહેવું જાેઈએ અથવા કોને તેના જીવનમાં ન રાખવું જાેઈએ. કેટલાક દિવસથી આખો દેશ સોશિયલ મીડિયાના ન્યાયાધીશ બનીને બેઠો છે. દરેક જણ સીધો ચુકાદો આપી રહ્યા છે કારણ કે, લોકોને પોતાનો ગુસ્સો અને હતાશા બહાર કાઢવાનો મોકો મળ્યો છે. દરેક વ્યક્તિ પોત પોતાની અનુકૂળતા અને વિચારસરણી મુજબ વાત કરે છે મામલો શ્રધ્ધા હત્યા કેસનો છે.

દિલ્હીના શ્રદ્ધા હત્યાકાંડ લોકોને હચમચાવી દીધા છે. શ્રધ્ધાએ જેની સાથે રહેવાનું પસંદ કર્યું, જેની સાથે તે રહેવા મુંબઈથી દિલ્હી આવી, તેણે જ તેની ઘાતકી હત્યા કરી, એટલું જ નહીં, શ્રધ્ધાનો પ્રેમી આફતાબ પૂનાવાલા એટલો ક્રૂર અને શિકારી નીકળ્યો કે તેણે શ્રધ્ધાના શરીરના ઘણા ટુકડા કરી નાખ્યા અને તેને રોજ જંગલમાં ફેંકી દેતો હતો, આફતાબ જયાં રહેતો હતો એ જ રૂમમાં રાખેલા રેફ્રિજરેટરમાં શ્રધ્ધાના શરીરના ટુકડા હતા. આ ધૃણાસ્પદ હત્યાકાંડ પછી દરેક લોકો પોતાના અભિપ્રાય આપી રહ્યા છે અને સૌથી આગળ એવા લોકો છે જેઓ શ્રદ્ય્ધાના પાત્ર પર આંગળી ઉઠાવી રહ્યા છે અને તેને ખરાબ કહી રહ્યા છે. અથવા તે લોકો જે છોકરીઓને સલાહના બંડલ આપી રહ્યા છે.

શ્રધ્ધા આફતાબના પ્રેમમાં પડી અને તેની સાથે રહેવાનું પસંદ કર્યું. તે તેની સાથે લિવ ઈનમાં રહેતી હતી. શ્રધ્ધાને તેના પરિવાર સાથે કોઈ સંપર્ક નહોતો. તેણે મહિનાઓ સુધી તેની માતા સાથે વાત કરી ન હતી અને માતાના અવસાન બાદ જાણે પિતા અને ભાઈએ શ્રધ્ધા સાથેના સંબંધોનો અંત આણ્યો હોવાથી શ્રધ્ધાનો પરિવાર ખતમ થઈ ગયો હતો. અહીં અનેક સવાલો ઉઠી રહ્યા છે. મનોચિકિત્સક ડો. રાહુલ શર્મા કહે છે કે, આફતાબે જે કર્યુ તે માનસિક વિકાર છે. પરંતુ આના ઘણા કારણો હોઈ શકે છે.આફતાબનું જીવન કેવું હતું, તેનું બાળપણ તેના પરિવાર સાથેના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

બીજી વાત જે ડો. રાહુલ કહે છે કે, આજના યુવાનોનું સમાજથી વિચ્છેદ, આજના મોટાભાગના યુવાનો મોબાઈલ ગેમ્સ, સોશિયલ મીડિયા પર પોતાનો સમય વિતાવી રહ્યા છે, લોકો સાથે તેમનું કનેકશન સમાપ્ત થઈ રહ્યું છે. લાગણીઓ, સંબંધો બધું જ અર્થહીન લાગે છે. કૃત્રિમ જીવન જીવતા યુવાનોમાં લાગણીઓનો અભાવ છે અને અહીંથી જ માનસિક વિકૃતિ ઉભી થઈ રહી છે. સૌથી મોટી સમસ્યા અને ચિંતા એ છ ેકે, લોકો યુવાનોમાં આવતા આ પરિવર્તનને જાેઈ શકતા નથી, જે આવનારા સમયમાં પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.

હવે વાત આવે છે પ્રેમની. શું કોઈ પોતાના પ્રિય વ્યક્તિ સાથે આવો જધન્ય, ક્રૂર ગુનો કરી શકે છે? અહી પ્રેમ પર પણ સવાલો ઉઠી રહ્યા છે જયારે વાસ્તવિકતા એ છે કે, જાે આફતાબ અને શ્રધ્ધા વચ્ચે પ્રેમ હોય તો આજે આપણે આ બધું લખતા ન હોત. પ્રેમમાં આપણે સત્ય સ્વીકારવું પડે છે, બીજાની ઈચ્છા પણ સ્વીકારવી પડે છે. શ્રધ્ધા અને આફતાબ વચ્ચે શકું થયું તે કોઈ જાણતું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, શ્રધ્ધાએ આફતાબ પર લગ્ન માટે દબાણ કર્યા પછી આ ઘટના બની.

આ હત્યાકાંડ પછી ફરી એકવાર લિવ ઈન રિલેશનશિપને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે. આટલું જ નહી તમામ સલાહ ફરી છોકરીઓના કેમ્પમાં જઈ રહી છે. જે છોકરીઓ પોતાના જીવનના નિર્ણયો લે છે, જે છોકરીઓ ઘર છોડીને નોકરી કરે છે અથવા પરિવારને બદલે પ્રેમ પ્રસંદ કરે છે, તેમને નિશાન બનાવવામાં આવે છે. કોઈ ભુલો કરતું નથી. આખરે તે કોઈ છે જે ખોટા નિર્ણયો લેતા નથી. વર્ષો સુધી લગ્નજીવનમાં રહે છે પરંતુ એકબીજાને સમજી શકતા નથી, લગ્ન તૂટી જાય છે. લગ્નમાં પણ મહિલાઓની હત્યા થઈ છે. રોજેરોજ આવા સમાચારો સામે આવે છે, તો શું આપણે લગ્ન પર સવાલ ઉઠાવી શકીએ.

સોશિયલ મીડિયા પર વિવિધ બાબતો ચાલી રહી છે. કોઈ ઈજજતના બહાને બધી છોકરીઓને નિશાન બનાવી રહ્યા છે, તો કોઈ પોતાની માનસિક હતાશા બહાર કાઢી રહ્યા છે. આ મામલાને હિન્દુ-મુસ્લિમ એંગલ પર લેવામાં આવ્યો છે. છોકરીઓને ઘરોમાં બંધ કરવાની ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. ધર્મ, સંસ્કાર, પરિવાર, સમાજના ઠેકેદારો ફરી સક્રિય થયા છે.

તમામ સલાહ યુવતીઓને આપવામાં આવી રહી છે જે પીડિત છે તેને જ આરોપી બનાવવામાં આવી રહી છે. જે છોકરીઓ પોતાના ઘરની બહાર નીકળી રહી છે. જેઓ પોતાના સપનાને અનુસરી રહી છે. જેઓ પોતાના નિર્ણયો લઈ રહી છે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, તેમના નીર્ણયો પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે તેમના ઉછેરને શાપિત કરવામાં આવી રહ્યો છે. લોકોને પૂછવું છે કે, છોકરાઓના નિર્ણય ખોટા નથી હોતા? તેઓ ખોટા રસ્તે તો નથી જતા ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.