લેમનનો ઉપયોગ વાળને બનાવે શાઈની
સ્વાદમાં વૃદ્ધિ કરવામાં લીંબુ અસરકારક છે. એવી જ રીતે વાળને હેલ્ધી બનાવવામાં લીંબુ મદદ કરે છે. લીંબુ વિટામિન સી. સાઈટ્રિક એસિડ, કેલ્શિયમ વગેરે તત્વોથી ભરપુર હોય છે તેથી લીંબુના રસને જયારે સ્કલ્પમાં લગાવો છો ત્યારે સ્કલ્પની ત્વચાના પોર્સ કલીન રહે છે એકસ્ટ્રા ઓઈલ વાળના મૂળમાં જમા થતું નથી જેમના વાળ તૂટી રહ્યા હોય વાળના ગ્રોથ ઓછો થઈ રહ્યો હોય તેમના માટે લીંબુનો ઉપયોગ ફાયદાકારક સાબિત થાય છે.
વાળનો ગ્રોથ વધારવા ઃ સૌથી પહેલા લીંબુનો રસ લો અને સરખા પ્રમાણમાં પાણી મિકસ કરો. પછી પાંચ મિનિટ માટે સ્કલ્પમાં મસાજ કરો. દસથી પંદર મિનિટ વાળમાં રહેવા દો અને પછી વાળ ધોઈ લો. આ પ્રક્રિયાને અઠવાડિયામાં એક વખત કરી શકો છો. લીંબુનો રસ સ્કલ્પમાં કોલેજનને બુસ્ટ કેર છે એનાથી વાળનો ગ્રોથ ઝડપથી વધે છે.
લીંબુનું શેમ્પુ ઃ મેંદીમાં એક ઈંડું મિકસ કરો. ઈંડાને બદલે દહીંનો ઉપયોગ કરી શકો. એમાં એક કપ ગરમ પાણી મિક્સ કરો. આ ઉપરાંત અડધા લીંબુનો રસ મિકસ કરો. આ તમામ સામગ્રી ભેગી કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. આ પેસ્ટ વાળમાં લગાવીને ઓછામં ઓછું બે કલાક રહેવા દો. પછી વાળને ધોઈ નાંખો.